ફરી સૌરાષ્ટ્રની ધરતી ધણધણી ઉઠી : આ વિસ્તારોમાં ૩ મિનીટમાં ૨ ભૂકંપના આંચકા અનુભવાયા

ફરી સૌરાષ્ટ્રની ધરતી ધણધણી ઉઠી : આ વિસ્તારોમાં ૩ મિનીટમાં ૨ ભૂકંપના આંચકા અનુભવાયા

09/21/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ફરી સૌરાષ્ટ્રની ધરતી ધણધણી ઉઠી : આ વિસ્તારોમાં ૩ મિનીટમાં ૨ ભૂકંપના આંચકા અનુભવાયા

ઉના: સૌરાષ્ટ્રના (Saurashtra) ઉના અને આસપાસના વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપના આંચકા (Earthquake tremors) અનુભવાયા હતા. ગીર બોર્ડની જસાધાર રેંજમાં બપોરે લગભગ અઢી વાગ્યાના અરસામાં આ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ૩.૪ માપવામાં આવી છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના જણાવ્યા અનુસાર, ઉનામાં બપોરે ૨:૩૨ કલાકે ૩.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ધરતી ધણધણી ઉઠતા લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે તીવ્રતા બહુ વધારે ન હોવાના કારણે કોઈ નુકસાન થયું ન હતું.


આ ગામડાઓમાં આંચકા અનુભવાયા

ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી ૩૦ કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમમાં હોવાનું જાણવા મળ્યું હતું. ભૂકંપના આંચકા અમરેલીના ખાંભા, તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર, પચપચીયા, ખાડાધાર વગેરે વિસ્તારોમાં ૨:૩૦ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગીર સરહદના લગભગ ૧૫ થી ૧૭ ગામડાઓમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્યું હતું. રાવલ ડેમ પણ આજ વિસ્તારમાં આવેલ હોવાના કારણે લોકોમાં વધુ ભય ફેલાયો હતો.


ચાર માસમાં બીજી વખત ભૂકંપ આવ્યો

ઉલ્લેખનીય છે કે ઉનામાં છેલ્લા ચાર મહિનામાં ફરીથી ભૂકંપ આવ્યો છે. પહેલા જાન્યુઆરી ૨૦૧૯ માં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ ઉનાની દક્ષિણે અરબ સાગરમાં આવ્યો હતો. ત્યારબાદ ૧૭ મે, ૨૦૨૧ ના રોજ ૪.૫ ની તીવ્રતાનો ભૂકંપ પણ ઉનામાં જ આવ્યો હતો. જાણકારોના મતે આ ભૂકંપ નવી ફોલ્ટ લાઈન સક્રિય થયાના નિર્દેશો આપે છે જ્યારે હોટલ લેવલમાં વધઘટ થવાના કારણે પણ ભૂકંપ આવી રહ્યા હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top