Wikipedia અનુસાર સીઆર પાટિલ ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે જાહેર થઇ ગયા! જોકે હજુ નિર્ણય લેવાય

Wikipedia અનુસાર સીઆર પાટિલ ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે જાહેર થઇ ગયા! જોકે હજુ નિર્ણય લેવાયો નથી

09/11/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Wikipedia અનુસાર સીઆર પાટિલ ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે જાહેર થઇ ગયા! જોકે હજુ નિર્ણય લેવાય

ગાંધીનગર: વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રી પદેથી રાજીનામા બાદ સૌ કોઈની જીભે માત્ર એક જ સવાલ છે કે આગામી મુખ્યમંત્રી કોને બનાવવામાં આવશે? આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે જેના કારણે ભાજપ કોઈ મોટા ચહેરાને રાજ્યનું સુકાન સોંપશે તે સ્વાભાવિક છે. મુખ્યમંત્રી પદ માટેની રેસમાં અનેક નામો ચાલી રહ્યા છે, જેમાં મુખ્યત્વે મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, પુરુષોત્તમ રૂપાલા વગેરેના નામ મોખરે છે.


જોકે, આ બધાની વચ્ચે બહુ જાણીતી સાઈટ વિકિપીડિયા ઉપર કંઇક એવું અપડેટ કરવામાં આવ્યું જેનાથી આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું: સીઆર પાટિલ. વિકિપીડિયા ઉપર સીઆર પાટિલનું નામ સર્ચ કરતા તેમના નામ નીચે ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી એમ લખેલ દેખાય છે.

વિકિપીડિયા ઉપર કોઈ ટીખળખોરે એડિટ કરીને સીઆર પાટિલના નામ આગળ મુખ્યમંત્રી લખી દીધું હતું. જોકે, ત્યારબાદ તેમાં સુધારો કરી દેવામાં આવ્યો અને તેમના હોદ્દાની જગ્યાએ ફરી ગુજરાત, ભાજપ પ્રદેશ પ્રમુખ લખી સુધારો કરી દેવામાં આવ્યો હતો. નોંધવું મહત્વનું છે કે વિકિપીડિયા એક ઓપન પ્લેટફોર્મ છે અને કોઈ પણ વ્યક્તિ તેની ઉપર સુધારા-વધારા કરી શકે છે.

મુખ્યમંત્રી પદેથી રૂપાણીના રાજીનામા બાદ સોશિયલ મીડિયા ઉપર અને મીડિયામાં સતત એ ચર્ચા ચાલી રહી છે કે આગામી સીએમ કોણ હશે? જોકે, પાર્ટીએ હજુ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી તેમજ કોઈ પણ નામ વિશે ફોડ પાડ્યો નથી. આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે, આવતીકાલે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે અને ત્યારબાદ સીએમના નામની જાહેરાત થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top