વિધાનસભામાં પણ શિંદેનો ડંકો; ફ્લોર ટેસ્ટ પાસ કરી બહુમતી સાબિત કરી, વિધાનસભામાં લાગ્યા શિંદેના ન

વિધાનસભામાં પણ શિંદેનો ડંકો; ફ્લોર ટેસ્ટ પાસ કરી બહુમતી સાબિત કરી, વિધાનસભામાં લાગ્યા શિંદેના નારા

07/04/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

વિધાનસભામાં પણ શિંદેનો ડંકો; ફ્લોર ટેસ્ટ પાસ કરી બહુમતી સાબિત કરી, વિધાનસભામાં લાગ્યા શિંદેના ન

નેશનલ ડેસ્ક : મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદે સરકારને ફ્લોર ટેસ્ટમાં હરાવવા માટે ઉદ્ધવ ઠાકરેના તમામ પ્રયાસ કરવા છતાં સીએમ એકનાથ શિંદેની સરકારને ફ્લોર ટેસ્ટમાં બહુમતી મળી છે. એકનાથ શિંદે સરકારે ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરી દીધી છે.


વિધાનસભામાં બહુમતીના 144 સુધી પહોચ્યાં

વિધાનસભામાં બહુમતીના 144 સુધી પહોચ્યાં

એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતીના આંક 144 સુધી પહોંચી ગઈ છે, હજુ પણ મતગણતરી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતનો આંકડો 145 છે, પરંતુ હાલમાં ગૃહની સંખ્યા માત્ર 286 છે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની સરખામણીમાં શિંદે સેનાએ સત્તાની ફાઈનલ પણ જીતી છે. બહુમત પરીક્ષણે એ વાતની પુષ્ટિ કરી છે કે એકનાથ શિંદે સરકાર પર હાલ કોઈ ખતરો નથી. તેમની સરકારના સમર્થનમાં કુલ 164 વોટ પડ્યા જ્યારે વિરૂદ્ધમાં 99 વોટ પડ્યા. અગાઉ રવિવારે ભાજપ અને એકનાથ શિંદે જૂથના ઉમેદવાર રાહુલ નાર્વેકરે પણ એટલા જ મતો મેળવીને સ્પીકરની ચૂંટણી જીતી હતી.


ઉદ્ધવ ઠાકરે જૂથના 16 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા અરજી

ઉદ્ધવ ઠાકરે જૂથના 16 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા અરજી

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદે સરકારના ફ્લોર ટેસ્ટની કાર્યવાહી વચ્ચે શિવસેનાએ તેના તમામ જિલ્લા પ્રમુખોની બેઠક બોલાવી છે. આ બેઠક મુંબઈમાં શિવસેના ભવનમાં યોજાઈ હતી. આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે ફ્લોર ટેસ્ટ પહેલા શિવસેનાના બે જૂથો વચ્ચે ખેંચતાણ ચાલી હતી. શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના મુખ્ય દંડક ભરત ગોગાવલેએ સ્પીકરને ઉદ્ધવ ઠાકરે જૂથના 16 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા અરજી કરી છે. આ 16 ધારાસભ્યો પર સ્પીકરની ચૂંટણીમાં પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top