પાંચ રાજ્યોમાં ચૂંટણીનું એલાન : જાણો ક્યાં કેટલા તબક્કામાં થશે મતદાન, ક્યારે આવશે પરિણામ

પાંચ રાજ્યોમાં ચૂંટણીનું એલાન : જાણો ક્યાં કેટલા તબક્કામાં થશે મતદાન, ક્યારે આવશે પરિણામ

01/08/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

પાંચ રાજ્યોમાં ચૂંટણીનું એલાન : જાણો ક્યાં કેટલા તબક્કામાં થશે મતદાન, ક્યારે આવશે પરિણામ

નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉતરાખંડ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જે મુજબ, યુપીમાં સાત તબક્કામાં મતદાન થશે. પંજાબ, ગોવા અને ઉતરાખંડમાં એક તબક્કામાં અને મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે આજે સાડા ત્રણે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં આ તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. જેની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઈ છે. 


ઉત્તર પ્રદેશ

પહેલો તબક્કો : 10 ફેબ્રુઆરી 

બીજો તબક્કો : 14 ફેબ્રુઆરી 

ત્રીજો તબક્કો : 20 ફેબ્રુઆરી 

ચોથો તબક્કો : 23 ફેબ્રુઆરી 

પાંચમો તબક્કો : 27 ફેબ્રુઆરી 

છઠ્ઠો તબક્કો : 3 માર્ચ 

સાતમો તબક્કો : 7 માર્ચ 

પરિણામો : 10 માર્ચ 


પંજાબ, ગોવા અને ઉત્તરાખંડ

14 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે, 10 મી માર્ચે મત ગણતરી 


મણિપુર

પહેલો તબક્કો : 27 ફેબ્રુઆરી 

બીજો તબક્કો : 3 માર્ચ 

મત ગણતરી : 10 મી માર્ચ 


કોવિદ સેફ ઈલેક્શન પડકારજનક કામ : EC

પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચે કહ્યું કે, આ વખતે પાંચ રાજ્યોની કુલ 690 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થશે. કોવિડ સેફ ઈલેક્શન ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં ચૂંટણી કરાવવી એ પડકારજનક કાર્ય છે.

આ ચૂંટણીઓમાં મતદાન મથકોમાં 16 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કુલ 2 લાખ 15 હજાર 368 મતદાન મથકો પર મતદાન થશે. ચૂંટણી ઈવીએમ મશીનથી થશે પરંતુ 80 વર્ષથી ઉપરના વૃદ્ધો, દિવ્યાંગો અને કોરોના સંક્રમિતો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવશે. 


રેલીઓ પર 15 જાન્યુઆરી સુધી રોક

ચૂંટણી પંચે આગામી 15 જાન્યુઆરી સુધી તમામ રેલી, રોડ શો અને પદયાત્રા પર રોક લગાવી દીધી છે. 15 જાન્યુઆરી બાદ આ મામલે ફરી વિચાર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. 

ચૂંટણી પંચે મતદાનનો સમય વધારવાની પણ જાહેરાત કરી હતી. આ વખતે મતદાનનો સમય એક કલાક વધુ રાખવામાં આવશે. કોરોનાનાં કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

ચૂંટણી પંચે પ્રચાર ડિજીટલ માધ્યમથી કરવા માટે અપીલ કરી છે. તેમજ કહ્યું છે કે પારંપરિક સાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તે ઇચ્છનીય છે. આ ઉપરાંત, રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી કોઈ પણ પાર્ટી પ્રચાર કે જન સંપર્ક કરી શકશે નહીં. તેમજ વિજય સરઘસ પણ કાઢી શકાશે નહીં. તેમજ પાર્ટીઓને નક્કી કરેલા સ્થળોએ જ સભા કરવાની અનુમતિ આપવામાં આવશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top