રસ્તા પર ચાલતી ઇલેક્ટ્રિક કાર આપોઆપ ચાર્જ થઈ જશે : અમેરિકામાં ચાલી રહ્યો છે પ્રયોગ

રસ્તા પર ચાલતી ઇલેક્ટ્રિક કાર આપોઆપ ચાર્જ થઈ જશે : અમેરિકામાં ચાલી રહ્યો છે પ્રયોગ

12/01/2021 World

SidhiKhabar

SidhiKhabar

રસ્તા પર ચાલતી ઇલેક્ટ્રિક કાર આપોઆપ ચાર્જ થઈ જશે : અમેરિકામાં ચાલી રહ્યો છે પ્રયોગ

ઈંધણનાં સતત ભાવ વધતા હવે લોકો ઈલેક્ટ્રીક વાહન તરફ વળ્યા છે. જોકે, વેચાણનાં  આંકડા જોતા આ વર્ષે ઈલેક્ટ્રીક વાહનનું વેચાણ કુલ વેચાણના ચાર ટકા કરતા પણ ઓછું છે. એનું મુખ્ય કારણ એ છે કે, લાંબી યાત્રા દરમિયાન સહેલાઈથી રિ-ચાર્જ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી. EVની રેન્જ, ચાર્જિંગ સમય અને ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા એ બધું હજુ જરૂરી માત્રમાં ઉપલબ્ધ બની શક્યું નથી.


ઇન્ડક્ટિવ ચાર્જિંગ નામની ટેક્નોલોજી

ચાર્જિંગ માટે લાગતો સમય પણ એક મોટી સમસ્યા છે. અમેરિકામાં આ સમસ્યાના નિવારણ માટે એવા રસ્તા બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે કે, જેની પર કાર ચલાવવાથી તે આપોઆપ કારને ચાર્જ કરી દેશે. તેના માટે ઇન્ડક્ટિવ ચાર્જિંગ (inductive charging) નામની ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે. આ વર્ષે જુલાઈમાં ઇન્ડિયાનાના પરિવહન વિભાગ (Department of Transportation) અને Purdue યુનિવર્સિટી વિશ્વના પ્રથમ વાયરલેસ ચાર્જિંગ કોંક્રિટ હાઇવેનું આયોજન કરી રહ્યા છે.


આ પરિયોજના પર એસ્પયાર નામનું એક એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (engineering research center) કામ કરી રહ્યું છે. એસ્પયારના કેમ્પસ ડાયરેક્ટર નાડિયા કહે છે કે, આમારો ઉદેશ્ય ઇલેક્ટ્રિક વાહનોને રસ્તા પર ચલાવતા હોય ત્યારે જ ચાર્જ કરવાનો છે. તેના માટે ચુંબકીય કોન્ક્રીટ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. જેને જર્મન કંપની મેગમેન્ટે વિકસાવી છે. હાલ આ તકનીક પર વિવિધ તબક્કાઓમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ એવી રીતે જ કામ કરે છે જેવી રીતે મોબાઈલ ફોન વાયરલેસ પદ્ધતિથી ચાર્જ થાય છે.


કોન્ક્રીટ મિક્સચરમાં વીજળીનો કરંટ દોડાવીને તેને ચુંબકીય બનાવી દેવામાં આવે છે. તેનાથી ચુંબકીય ક્ષેત્ર બને છે જે વાયરલેસ પદ્ધતિથી વાહનને પાવર આપીને ચાર્જ કરે છે. પેટેન્ટ કરાયેલા મટીરિયલમાંથી બનતા ૧૨ ફૂટ લાંબા ૪ ફૂટ પહોળા પ્લેટ કે બોક્સને પાવર ગ્રીડ સાથે જોડીને તેમાંથી કરંટ પસાર કરવામાં આવે છે. જ્યાં ટ્રાન્સમિટ હોય છે જે રસ્તા પર દોડતી ઈવી કારને પાવર આપે છે અને કારમાં લાગેલા એક નાના બોક્સ મારફતે પાવર મેળવવામાં આવે છે અને કાર ચાર્જ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top