રાજકોટમાં એક સાથે 11 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોનાથી સંક્રમિત થતા ફફડાટ

રાજકોટમાં એક સાથે 11 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોનાથી સંક્રમિત થતા ફફડાટ

12/27/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજકોટમાં એક સાથે 11 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોનાથી સંક્રમિત થતા ફફડાટ

રાજકોટ: રાજ્યમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે તો બીજી તરફ શાળાઓ ચાલુ હોવાના કારણે બાળકોમાં પણ સંક્રમણના ઠીકઠીક કેસ નોંધાઈ રહ્યા છે. જેની વચ્ચે રાજકોટમાં એકસાથે 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું બહાર આવતા ફફડાટ મચી ગયો હતો. 


પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લાની અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જેથી શાળાને બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. ઉપરાંત, રાજકોટ શહેરમાં વધુ 4 વિદ્યાર્થી સંક્રમિત થયા છે. અન્ય એક કેસમાં તાન્ઝાનિયાથી આવેલી યુવતી કોરોના સંક્રમિત બની છે. તે ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે તેના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલાયા છે.

રાજકોટની 4 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. તેમાં એક 14 વર્ષની ધો.10ની વિદ્યાર્થિની શુક્રવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ, અન્ય એક 15 વર્ષનો વિદ્યાર્થી, યુનિવર્સિટી રોડ પર નીલસીટીમાં રહેતો 15 વર્ષનો વિદ્યાર્થી, અમીન માર્ગ – અક્ષર રોડ પર રહેતો 13 વર્ષનો વિદ્યાર્થી અને કાલાવડ રોડ પર રહેતો 14 વર્ષનો વિદ્યાર્થી તથા સાધુ વાસવાણી રોડ પર રહેતા 36 વર્ષીય શિક્ષક પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

નોંધવું જોઈએ કે, રાજકોટ જિલ્લામાં કુલ 91 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 65 અને જિલ્લામાં 26 એક્ટિવ કેસ છે. જ્યારે ઓમિક્રોનના 2 એક્ટિવ કેસ નોંધાયા છે. આ બંને દર્દી સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે. 

આ ઉપરાંત જૂનાગઢ ગ્રામ્યમાં 3 અને શહેરમાં 2 કેસ, અમરેલીમાં 2 અને જામનગર શહેરમાં 2 દર્દી જયારે ભાવનગર શહેરમાં 1 દર્દી કોરોના સંક્રમિત થયો છે. સાથે ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં વધુ એક-એક કેસ નોંધાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top