શેરબજારમાં રોકાણ કરતા હોવ તો સાવધાન! સુરતના એક એન્જિનિયરે શેરબજારની ટિપ્સ લેવામાં ગુમાવ્યા લાખો

શેરબજારમાં રોકાણ કરતા હોવ તો સાવધાન! સુરતના એક એન્જિનિયરે શેરબજારની ટિપ્સ લેવામાં ગુમાવ્યા લાખો

07/02/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

શેરબજારમાં રોકાણ કરતા હોવ તો સાવધાન! સુરતના એક એન્જિનિયરે શેરબજારની ટિપ્સ લેવામાં ગુમાવ્યા લાખો

શેરબજારમાં ટીપ્સ લેવાના ચક્કરમાં વરછાના એન્જિનીયરે રૂ.15.86 લાખ ગુમાવ્યા હતા. ઠગ ટોળકી જુદા- જુદા ચાર્જિંસના નામે એન્જિનીયર પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. સાથે જ ડીમેટ એકાઉન્ટ ખોલાવી 80 હજારનું નુકસાન પણ કરાવ્યું હતું. વરાછા રોડ પૂર્વી સોસાયટીમાં રહેતા 25 વર્ષીય કિશન કનુભાઈ સુવાગીયા અંકલેશ્વર જીઆઇડીસીમાં 15 દિવસથી ઈન્સ્ટુમેન્ટ એન્જીનીયર તરીકે નોકરીમાં જોડાયા છે. 22મી જુલાઇ-21એ તેમના પર એક કોલ આવ્યો હતો.


ઠગે વિવિધ ચાર્જિસ નામે પૈસા પડાવી લીધા

ઠગે વિવિધ ચાર્જિસ નામે પૈસા પડાવી લીધા

કોલ કરનારે પોતાનું નામ લોકેન રાજપૂત આપી તેમની કંપની માર્કેટ જનરલ શેરબજારમાં રોકાણ કરવા માટે ટીપ્સ આપે છે. એન્જિનીયરે આવી ચીટર ટોળકીની વાતમાં આવી પહેલા 3 હજાર રૂપિયા ઓનલાઇન ખાતામાં ભરી રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યાર પછી 1.50 લાખની સર્વિસમાં 3.50 લાખની રકમ આપવાના સપના બતાવ્યા હતા.


આવી રીતે એન્જિનીયરને વિશ્વાસમાં લઈને ઠગ ટોળકીએ જુદા જુદા ચાર્જિસના નામે 15.86 લાખની રકમ પડાવી લીધી હતી. આખરે છેતરાયેલા એન્જીનીયરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે લોકેન રાજપૂત જીતેન, રઘુરાજ, રીયા જૈન સહિત મોબાઇલ ઘારકો અને બેંક ખાતેદારો સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top