દસમા ધોરણના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું. પરીક્ષાર્થીઓ પૈકી માત્ર ૧૦.૪% જ પાસ!

દસમા ધોરણના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું. પરીક્ષાર્થીઓ પૈકી માત્ર ૧૦.૪% જ પાસ!

08/25/2021 Education

SidhiKhabar

SidhiKhabar

દસમા ધોરણના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું. પરીક્ષાર્થીઓ પૈકી માત્ર ૧૦.૪% જ પાસ!

Board Results : આ વખતે ગુજરાત શિક્ષણબોર્ડ દ્વારા દસમા ધોરણમાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓની (repeater students) ફેર પરીક્ષામાં કુલ સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. આખું પરિણામ (exam results) આજે સવારે આઠ વાગ્યે બોર્ડની (GSEB) વેબસાઈટ ઉપર જાહેર થયું છે. (બોર્ડની વેબસાઈટ : https://result.gseb.org/)

અહીં સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે રિપીટર વિદ્યાર્થીઓની ફેર પરીક્ષામાં માત્ર ૧૦.૦૪ ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે! બોર્ડની (Gujarat Board) વેબસાઈટમાં જે આંકડા અપાયા છે, એ મુજબ રાજ્યભરના ૫૭૯ કેન્દ્રો ઉપર જુલાઈ – ૨૦૨૧ની એસએસસી પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા આપવા માટે ૩,૨૬,૫૦૫ વિદ્યાર્થીઓએ નોંધની કરાવી હતી. એ પૈકી ૨,૯૮,૮૧૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૩૦,૦૧૨ વિદ્યાર્થી જ બધા વિષયો પાસ કરીને શાળાંત પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા હતા!

અતિશય નબળા પરિણામને કારણે હવે પછીની ટર્મમાં ડિપ્લોમા, આઈટીઆઈ અને ધોરણ ૧૧માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્હ્તીઓની સંખ્યામ પણ ધરખમ ઘટાડો નોંધાશે. કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓના અભાવે સીટ્સ ફાજલ પડવાની શક્યતા પણ જોવાઈ રહી છે.


કન્યાઓએ લાજ રાખી, બાકી પરિણામ બે આંકડે ય ન પહોંચ્યું હોત!

જો જાતિ અનુસાર પૃથક્કરણ કરીએ તો આ વખતે એક લાખ છ હજારથી વધુ (૧,૦૬,૧૦૪) જેટલી કન્યાઓએ ઉમેદવારી નોંધાવી હતી. એ સામે કુમારોની સંખ્યા બમણા કરતાં ય વધારે, એટલે કે બે લાખ વીસ હજારથી વધુ હતી! (૨,૨૦, ૪૦૧) પરંતુ અનુંપાતની દ્રષ્ટિએ કન્યાઓ ઓછી સંખ્યામાં હોવા છતાં વધુ પ્રમાણમાં પાસ થઇ શકી છે. નોંધાયેલા ઉમેદવારો પૈકી કુલ ૯૫,૬૯૬ કન્યાઓ અને ૨,૦૩,૧૨૧ કુમારો પરીક્ષા આપવા બેઠા હતા. જે પૈકી ૧૨,૨૦૧ કન્યાઓ અને ૧૭,૮૧૧ કુમારો ઉત્તીર્ણ થઇ શક્યા હતા. પરિણામની ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો કુલ ૧૨.૭૫% કન્યાઓ ઉત્તીર્ણ થઇ હતી. જ્યારે ઉત્તીર્ણ થનાર કુમારોની સંખ્યા માત્ર ૮.૭૭% જ હતી! જો કન્યાઓની પાસ થવાની ટકાવારી ઓછી હોત તો કદાચ રાજ્યભરમાં પાસ થનાર કુલ વિદ્યાર્થીઓની ટકાવારી ૧૦ ટકાની અંદર જ સિમિતિ રહી ગઈ હોત! સારું થયું કે કન્યાઓએ લાજ રાખી, બાકી પરિણામની ટકાવારી બે આંકડે ય ન પહોંચી હોત!

આમ આ વખતે વધુ એક વાર કન્યાઓ કુમારો કરતાં આગળ નીકળી હતી. તેમ છતાં ઓવરઓલ પરિણામ ઘણું ઓછું આવ્યું છે. આ બાબતે વિદ્યાર્થીઓએ પોતે, એમના વાલીઓ – શિક્ષકોએ તેમજ શિક્ષણખાતા સાથે સંકળાયેલા રાજકારણીઓ અને અધિકારીઓએ સ્વમૂલ્યાંકન કરવું જોઈએ. નહિ તો ભવિષ્યમાં પરિણામો હજી વધુ બગડશે!

 

ગુજરાતમાં કોરોના કેસીસના આંકડા :

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં હાલ 160 એક્ટિવ કેસ છે અને 4  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,091 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 160 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 155 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,091 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ભાવનગર 1, કચ્છ 1 અને સુરત કોર્પોરેશન 1 કેસ  સાથે કુલ 14 કેસ નોંધાયા છે. આજે 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top