OLX પર સોફા વેચવા મોંઘા પડ્યા, લેફ્ટન્ટ કર્નલ સાથે થઇ લાખોની છેતરપીંડી

OLX પર સોફા વેચવા મોંઘા પડ્યા, લેફ્ટન્ટ કર્નલ સાથે થઇ લાખોની છેતરપીંડી

03/16/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

OLX પર સોફા વેચવા મોંઘા પડ્યા, લેફ્ટન્ટ કર્નલ સાથે થઇ લાખોની છેતરપીંડી

ગુજરાત ડેસ્ક : આજના ટેકનોલોજીના યુગમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન એ સાવ સામાન્ય બાબત થઇ ગઈ છે. આજકાલ લોકો પોતાની સાથે રોકડ રકમ લઇ જવાનું ટાળે છે. બને ત્યાં સુધી paytm, google pay, phone pe, amazon pay, bhim upi જેવી એપનો ઉપયોગ કરી પૈસાની લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે. પરંતુ તેમાં જો સાવધાની ન રાખવામાં આવે તો  લાખો ગુમાવવાનો વારો આવી શકે છે. 

અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચમાં આવો જ આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચમાં એક આર્મી ઓફિસર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ આર્મી ઓફિસર સાથે લાખોની ઠગાઈ આચરવામાં આવી છે. લેફ્ટન્ટ કર્નલ સાથે ઓનલાઈન એપ પર 3.19 લાખની છેતરપીંડી થઇ છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, લેફ્ટન્ટ કર્નલ પોતાનાં પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. તેમનું પોસ્ટિંગ પણ અમદાવાદ શહેરમાં છે. તેમણે OLX નામની એપ પર 1 માર્ચ 2022ના રોજ પોતાનાં જુના સોફા 35,000 રૂપિયામાં વેચવા માટે કાઢ્યા હતા. ત્યારબાદ 2 માર્ચ 2022ના રોજ આકાશ નામના વ્યક્તિનો સોફા ખરીદવા માટે તેમની પર ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ પોતાની ઓળખ એક વેપારી તરીકે આપી હતી. આ વ્યક્તિએ ચાલાકીથી આર્મી ઓફિસરને પોતાનાં વિશ્વાસમાં લઇ લીધા. તેમણે ઓફિસરને 24500 રૂપિયા Paytmથી મોઅક્લ્સે એવું કહ્યુ હતુ.

ઠગે આર્મી ઓફિસરને પૈસાની ચૂકવણી માટે QR કોડ સ્કેન કરવા કહ્યું હતુ. કર્નલે સમજ્યા વિચાર્યા વગર કોડ સ્કેન કરતા તેમના જ ખાતામાંથી 24,500 કપાઈ ગયા હતા. જે અંગે આકાશને જણાવતા તેણે ભૂલ થઈ ગઇ હોવાનું કહી રિફંડ આપવા માટે ફરીથી કોડ મોકલ્યો હતો. જેને સ્કેન કરતા ફરી પૈસા બેંકમાંથી ઉપડી ગયા હતા.


મિત્રોના એકાઉન્ટમાંથી પણ પૈસા સેરવી લીધા

મિત્રોના એકાઉન્ટમાંથી પણ પૈસા સેરવી લીધા

આર્મી અધિકારીના બેંક ખાતામાંથી ફરીથી પૈસા કપાઈ જતા તેમણે આકાશને જાણ કરી હતી. આકાશે ભૂલ થઈ ગઈ છે તેમ કહી આ પૈસા રીફંડ કરવા માટે બીજો એકાઉન્ટ નંબર માંગતા તેમણે તેમના બે મિત્રોના બેંક એકાઉન્ટ નંબર આપ્યા હતા. તેમના બેંક ખાતામાંથી પણ આકાશે પૈસા ઉપાડી છેતરપીંડી કરી હતી. આવી રીતે વારંવાર વિશ્વાસમાં લઇ ઠગે ટુકડે ટુકડે કરી કુલ રૂ. 3 લાખથી ‌વધુની રકમ ઉપાડી ફોન બંધ કરી દીધો હતો.


છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

જે બાદ અધિકારીને ખ્યાલ આવી ગયો કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેથી આ અંગે આર્મી ઓફિસરે સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં આકાશકુમાર નામની વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, આરોપીએ હાલ મોબાઈલ બંધ કરી દીધેલ છે અને સાયબર ક્રાઈમ આરોપી સુધી પહોંચવા માટે કાર્યવાહી કરી રહી છે. જોકે, આવી ઘટના અગાઉ પણ બની ચુકી છે. પૈસાની લેવડ-દેવડ માટે વપરાતી એપમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આપણે જ્યારે પૈસા ચૂકવવા હોય ત્યારે જ QR કોડ સ્કેન કરવાનો હોય છે, જ્યારે પૈસા લેવાના હોય ત્યારે કોઈ QR કોડ સ્કેન કરવાની જરૂર હોતી નથી. થોડી સાવચેતી રાખવાથી આવા ઠગથી બચી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top