દારૂ નહી પરંતુ બીજા ઘણા કારણોથી થઇ શકે છે ફેટી લીવર બીમારી : જાણો કારણો!

દારૂ નહી પરંતુ બીજા ઘણા કારણોથી થઇ શકે છે ફેટી લીવર બીમારી : જાણો કારણો!

09/14/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

દારૂ નહી પરંતુ બીજા ઘણા કારણોથી થઇ શકે છે ફેટી લીવર બીમારી : જાણો કારણો!

ફેટી લીવરની બીમારી થવાનું કારણ ફક્ત દારૂ કે પછી બીજી કોઈ ખરાબ આદત નહિ, પરંતુ બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે. જો તમે પણ એવા લોકોમાં આવતા હોઈ જે એવું સમજતા હોઈ કે, દારૂ ન પીવાથી ફેટી લીવરની બીમારી(disease) ન થઇ શકે, તો તમારા એ વિચારો ખોટા છે. આજ કાલ તણાવ અને ખાવા પીવાની ખરાબ આદતોને લીધે મોટા ભાગના લોકો ફેટી લીવરની બીમારીનો ભોગ બનતા હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે લીવર મુખ્ય ભૂમિકા ભજવે છે. શરીર માટે પ્રોટીનનું ઉત્પાદન, પાચન માટે પિત્તરસનું ઉત્પાદન, પોષકતત્વોને શક્તિમાં બદલવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને બેક્ટેરિયા તથા વાઈરસ જેવા ઝેરી તત્વોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરવામાં લીવર મદદ કરે છે. શરીરનું આટલું અગત્યનું અંગ હોવા છતાં તમારી થોડી પણ લાપરવાહી તમને ફેટી લીવરનો નામક બીમારીનો શિકાર બનાવી શકે છે.


ફેટી લીવરનો મતલબ :

ફેટી લીવર(Fatty liver) મતલબ  'લીવરમાં વધારે પડતા ચરબીનું  એકત્રિત થવું. જેના વધવાથી લીવર ડેમેજ થવું અથવા લીવર સીરોસીઝનું (સીરોસીઝ યકૃતના અસામાન્ય બંધારણ અને કાર્ય દ્વારા વર્ગીકૃત થયેલ ઘણા યકૃત રોગોની ગૂંચવણ છે) કારણ બની શકે છે. જેને લીવરની બીમારી હોય છે, તેમનામાં આ લક્ષણો જોવા મળતા હોય છે. આવા દર્દીઓમાં હંમેશા પેટને લગતી સમસ્યા જોવા મળતી હોય છે. તેઓ થોડોક જ ખોરાક ખાય તો પણ તેમને એવું લાગે છે કે જાણે ભરપેટ જમાઈ ગયું છે! ક્યારેક એના કરતા સાવ ઉંધુ પણ થાય, જ્યારે વધુ પડતું ખાવા છતાં પેટ ખાલી લાગે!


આ છે ફેટી લીવર માટેના કારણો :

  • વધારે પડતું વજન
  • સતત દવાઓ લેવી
  • દારૂનું વધુ પડતું સેવન
  • નબળું પાચનતંત્ર
  • ટાઈપ-ટુ ડાયાબિટીઝ
  • મહિલાઓને પોસ્ટ-મેનોપોઝ પીરીયડમાં ફેટી લીવર થઈ શકે છે
  • વારસાગત બીમારી હોવી
  • હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલની સમસ્યા હોવી
  • ઓબ્સટ્રકટિવ સ્લીપ એપનિયાનો શિકાર હોય, એવા લોકોને પણ ફેટી લીવર થઈ શકે છે.

આ બધા પૈકી સૌથી સામાન્ય કારણ વધારે વજન અને સ્થૂળતા છે. ફેટી લીવરના લક્ષણો નીચે મુજબ છે.

આ બધા પૈકી સૌથી સામાન્ય કારણ વધારે વજન અને સ્થૂળતા છે. ફેટી લીવરના લક્ષણો નીચે મુજબ છે.

  • થાક લાગવો.
  • શરીરમાં કમજોરી લાગવી
  • ઝડપથી વજન ઘટવો, ભૂખ ઓછી લાગવી, પેટમાં દુખાવો થવો
  • શરીરમાં કમળાના લક્ષણો દેખાવા જેવા કે, ત્વચાનો અને આંખનો રંગ પીળો થઇ જવો.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top