સૂકી ખાંસીથી પરેશાન છો? તો વાંચો કેટલાક સરળ નુસખા

સૂકી ખાંસીથી પરેશાન છો? તો વાંચો કેટલાક સરળ નુસખા

12/16/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

સૂકી ખાંસીથી પરેશાન છો? તો વાંચો કેટલાક સરળ નુસખા

હેલ્થ ડેસ્ક : સામાન્ય રીતે ઋતુ બદલાય ત્યારે હવામાનમાં થતા ફેરફારને કારણે ઘણા લોકો શરદી-ઉધરસનો ભોગ બને છે. શિયાળામાં તો સરેરાશ વ્યક્તિ એકાદ વખત શરદી-ઉધરસથી હેરાનગતિ ભોગવે જ છે. જો કે આ બધી તકલીફો થોડા દિવસોમાં દૂર થઇ જતી હોય છે. પરંતુ આજે જેની વાત કરવી છે એ સૂકી ખાંસી (dry cough)

સૂકી ખાંસી કોઈ પણ ઋતુમાં થઇ શકે છે. આ તકલીફ તમને હેરાન કરી મૂકે છે. દિવસ દરમિયાન અને કેટલીક વાર રાત્રે પણ ઉધરસ ચડી આવે છે અને માણસ ખાંસી ખાંસીને કેરવાઈ જાય છે!


સૂકી ખાંસીના કારણો

સૂકી ખાંસીના કારણો

ઘણી વાર ધૂળ, માટી ઉડવાથી કે પછી બીજી કોઈક એલર્જીને કારણે સૂકી ખાંસી થઇ શકે છે. પિત્તને કારણે પણ સૂકી ખાંસી થાય છે. અતિશય પરિશ્રમ કરનાર મજૂરો કે લુખો-સુકો, ઠંડો અથવા વાસી ખોરાક ખાવાવાળા લોકો પણ સૂકી ખાંસીનો ભોગ બનતા જોવા મળે છે. ફ્રીજનું વધુ પડતું ઠંડું પાણી પીવાથી પણ આ સમસ્યા થાય છે. એક માનવામાં ન આવે એવી હકીકત એ છે કે ઝાડો, પેશાબ, વાછૂટ, ઊંઘ, ભૂખ વગેરેનું દમન કરવાથી પણ કેટલાક લોકો સૂકી ખાંસીનો ભોગ બનતા હોય છે.ટૂંકમાં, અનેક કારણો છે જેના કારણે તમને સૂકી ખાંસી થઇ શકે છે. યોગ્ય તબીબ-વૈદ્યની સલાહ મુજબ સૌથી પહેલા સૂકી ખાંસી થવાનું સાચું કારણ જાણવું જોઈએ.


કેટલાક ઘરગથ્થુ અને સરળ નુસખા

કેટલાક ઘરગથ્થુ અને સરળ નુસખા

મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરીને પીવાથી ફરક પડે છે.

તુલસીના દસ-પંદર પાન અને આઠ-દસ કાળા મારી નાખેલી ચા બનાવીને પીવાથી ફરક પડે છે.

ત્રણેક કલાકના અંતરે નિયમિત રીતે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર મિક્સ કરીને ધીમે ધીમે ચાટી જવાથી લાભ થાય છે. ખાસ કરીને બાળકોમાં આ ઉપાય અજમાવવા જેવો છે.

પાકેલા સફરજનના રસમાં સાકર મિક્સ કરી પીવાથી રાહત મળે

તલ અને સાકરનો સમભાગે બનાવેલો ઉકાળો દિવસમાં ચાર-પાંચ વખત ઘૂંટડે ઘૂંટડે પીવાથી લાભ થાય છે.

લસણને ઉકાળીને અથવા શેકીને મધની સાથે સેવન કરવાથી સૂકી ખાંસી વહેલી મટે છે.

ખાંસીમાં આદુને અકસીર માનવામાં આવે છે. આદુને પાણીમાં ઉકાળી, થોડું મધ ઉમેરીને લેવાથી ઉધરસમાં આરામ મળે છે.

મધ અને લીંબુનું મિશ્રણ ચાટી જવાથી પણ તમને ગળામાં રાહત લાગે છે.

હળદર, તજ, કાળા મરીનો ઉકાળો ફાયદેમંદ સાબિત થાય છે.

આ બધા ઉપચારો સિવાય માત્ર એક ગ્લાસ સાદા ગરમ પાણીમાં ચપટીક મીઠું નાખીને ગાળામાં કોગળા કરવાથી પણ સૂકી ખાંસીથી પરેશાન વ્યક્તિને થોડી રાહત લાગે છે.

(ખાસ નોંધ : અહીં અપાતી માહિતીનો હેતુ માત્ર ‘સામાન્ય સમજણ’ આપવાનો હોય છે. માટે માત્ર અહીં અપાયેલી માહિતીને કોઈ પણ બાબત અમલમાં મૂકતા પહેલા ડોક્ટરનો-વૈદ્યનો સંપર્ક કરવો આવશ્યક છે. કોઈ પણ પ્રકારના ઉપચાર કે ખાદ્ય અથવા પેય પદાર્થોનું કે દવાનું સેવન કરતાં પહેલા જે-તે ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરની સલાહ અચૂક લેવી, અને કોઈ પણ સમસ્યા માટે નિષ્ણાંત ડોક્ટરની સલાહ મુજબ જ વર્તવું.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top