આજે કયા શેરો સારું વળતર આપી શકે? ટ્રેડિંગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? જાણો

આજે કયા શેરો સારું વળતર આપી શકે? ટ્રેડિંગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? જાણો

12/23/2021 Business

SidhiKhabar

SidhiKhabar

આજે કયા શેરો સારું વળતર આપી શકે? ટ્રેડિંગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? જાણો

મંગળવારે માર્કેટમાં વધુ અસ્થિરતા જોવા મળી હતી, જે બાદ બુધવારે શેરબજારે ફરી એકવાર ઉછાળો લીધો હતો. NSE નિફ્ટી 184 પોઈન્ટ વધીને 16,955 પર જ્યારે BSE સેન્સેક્સ 611 પોઈન્ટ વધીને 56,930ના લેવલે બંધ રહ્યો હતો. નિફ્ટી બેંક 421 પોઈન્ટ ચઢીને 35,000ની સપાટીએ પહોંચી છેલ્લે 35,029ની સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારના નિષ્ણાતોના મતે, વર્તમાન બજાર પેટર્ન તીવ્ર ઘટાડા પછી બજારમાં પુલબેક રેલી ચાલુ રાખવાનો સંકેત આપે છે.


આજે સ્ટોક માર્કેટ માટે ટ્રેડિંગ વ્યૂહરચના

HDFC સિક્યોરિટીઝના ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ નાગરાજ શેટ્ટીએ જણાવ્યું હતું કે, 'બજાર પુલબેક રેલી ચાલુ રાખશે અને નિફ્ટી હવે 17,000 થી 17,200ના સ્તરની આસપાસ નોંધપાત્ર ઓવરહેડ પ્રતિકાર તરફ આગળ વધી રહી છે. નિફ્ટીમાં થોડો ઘટાડો થાય તેવી ઉચ્ચ સંભાવના છે. NSE નિફ્ટી માટે સપોર્ટ 16,830ના સ્તરે રાખવામાં આવ્યો છે.


નેશનલ એલ્યુમિનિયમ કંપની અથવા નાલ્કો:

CMP (Current Market Price) પર ખરીદો, લક્ષ્યાંક ₹106 થી ₹110, સ્ટોપ લોસ ₹99

મણપ્પુરમ ફાઇનાન્સ:

CMP પર ખરીદો, ટાર્ગેટ ₹168 થી ₹170, સ્ટોપ લોસ ₹157

અરબિંદો ફાર્મા:

CMP પર ખરીદો, ટાર્ગેટ ₹735, સ્ટોપ લોસ ₹708

ક્રોમ્પ્ટન ગ્રીવ્સ:

CMP પર ખરીદો, લક્ષ્યાંક ₹429, સ્ટોપ લોસ ₹409

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન અથવા HDFC:

₹2540 અથવા તેનાથી વધુના ભાવે વેચો, લક્ષ્યાંક ₹2500 થી ₹2470, સ્ટોપ લોસ ₹2566

HDFC બેંક:

₹1444 અથવા તેનાથી વધુના ભાવે વેચો, લક્ષ્ય ₹1400, સ્ટોપ લોસ ₹1466


(નોંધ : ઉપર આપવામાં આવેલ મંતવ્યો અને ભલામણો વ્યક્તિગત વિશ્લેષકો અથવા બ્રોકિંગ કંપનીઓના છે. રોકાણ કરતા પહેલા કૃપા કરીને વિશેષજ્ઞોની સલાહ લો અને માહિતીને સારી રીતે તપાસો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top