‘ભગવાન કરે આ માણસ જેલમાં જ સડે’: જાણો કોણ છે પુનીત કૌર, જેણે આ વાક્યો ઉચ્ચાર્યા

‘ભગવાન કરે આ માણસ જેલમાં જ સડે’: જાણો કોણ છે પુનીત કૌર, જેણે આ વાક્યો ઉચ્ચાર્યા

07/24/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

‘ભગવાન કરે આ માણસ જેલમાં જ સડે’: જાણો કોણ છે પુનીત કૌર, જેણે આ વાક્યો ઉચ્ચાર્યા

મુંબઈ: પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને પબ્લિશ કરવા મામલે ગિરફ્તાર થયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સોમવારે મોડી રાત્રે મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાંચ દ્વારા અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેને એપ પર શેર કરવા બદલ ધરપકડ બાદ મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં પોલીસ સાથે ખોટા વ્યવહાર બદલ હવે તેને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જોકે, આ કેસ સિવાય પણ રાજ કુંદ્રા સામે અનેક ફરિયાદો થઈ ચૂકી છે. જેમાંથી એક યુ ટ્યૂબરે કરેલી ફરિયાદ પણ નોંધનીય છે.

પ્રખ્યાત યુટ્યુબર પુનીત કૌરે (punit kaur) તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ખુલાસો કર્યો હતો કે રાજ કુન્દ્રાએ તેને પણ તેની એપના વીડિયોમાં કામ કરવાનું કહ્યું હતું. પુનીત કૌરે ઈન્સ્ટા સ્ટોરી પર ઘણી તસવીરો શેર કરી અને તેને કેપ્શન આપ્યું, ‘મિત્રો, તમને અમારી વેરિફાઇડ ડીએમ વીડિયો યાદ છે? જ્યાં તેણે મને તેની એપ્લિકેશન હોટશોટ્સ માટે કામ કરવાનું કહ્યું. હું તો મરી જ ગઈ હોત, આ કેપ્શન સાથે તેણે અનેક ન્યૂઝ કટિંગ્સ પણ શેર કરી હતી.’

પહેલા જ મુંબઈ પોલીસે રાજની કોઈ પણ ભલામણ ન સ્વીકારવાનું મન બનાવ્યું છે. ત્યાં હવે એક પ્રખ્યાત યુટ્યુબરે દાવો કર્યો છે કે રાજ કુંદ્રાએ તેને પણ ‘હોટશોટ્સ’ એપના વીડિયોમાં કામ કરવાનું કહ્યું હતું. તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર રાજ કુંદ્રાના અનેક સ્ક્રીન શોટ્સ પણ શેર કર્યા. બીજી પોસ્ટ શેર કરતી વખતે પુનીત કૌરે એમ પણ કહ્યું કે ભગવાનના આશીર્વાદ છે કે હવે રાજ કુંદ્રા જેલમાં છે. પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર કેપ્શન સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેણે લખ્યું, ‘આ માણસ ખરેખર લોકોને ફસાવી રહ્યો છે. જ્યારે રાજ કુંદ્રાના ડીએમ પ્રથમ વખત મારી પાસે આવ્યા, ત્યારે મને લાગ્યું કે તે સ્પામ છે. પુનીત કૌરે લખ્યું કે, ‘ભગવાન કરે આ માણસ જેલમાં જ સડે’.

 પુનીત કૌર પહેલા અનેક પણ મોડેલ-અભિનેત્રી રાજ કુંદ્રાની સામે આવી ચુકી છે, જેણે રાજ ઉપર ઘણા આક્ષેપો કર્યા છે. મુંબઈ પોલીસ રાજની અશ્લીલ સામગ્રી બનાવવાના કેસમાં પૂછપરછ કરી રહી છે. આ કેસમાં હજુ સુધી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પુનીત કૌર એક ભારતીય-અમેરિકન મેકઅપ આર્ટિસ્ટ છે જે તેની યુટ્યુબ ચેનલ, કૌર બ્યૂટી માટે જાણીતી છે. તે ઉત્તરી કેલિફોર્નિયાના બે એરિયાની છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર વોગ્સ, ટ્યુટોરિયલ્સ અને GRWM વિડિઓઝ બનાવીને એક મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા છે. જ્યારે તેના યુટ્યુબ પર લગભગ 270,000 ફોલોઅર્સ છે.

આ સાથે પુનીત કૌર મેડિકલની વિદ્યાર્થીની પણ છે અને મેડિકલનો અભ્યાસ પણ કરી રહી છે. તેણી તેના ભાઈઓની મેડિકલ સ્કૂલ યુટ્યુબ ચેનલ મેડબ્રોસનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. મેડિકલ સ્કૂલથી સંબંધિત દરેક પ્રકારની માહિતી તેની ચેનલ પર ઉપલબ્ધ છે. સલાહ સાથે, આ ચેનલ પર અંડરગ્રેજ્યુએટ શિક્ષણ પણ આપવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top