રશિયાને મળ્યો મોટો પડકાર; પુતિન દ્વારા ધમકી મળવા છતાં ફિનલેન્ડ અને સ્વીડને નાટોના સભ્યપદ માટે અ

રશિયાને મળ્યો મોટો પડકાર; પુતિન દ્વારા ધમકી મળવા છતાં ફિનલેન્ડ અને સ્વીડને નાટોના સભ્યપદ માટે અરજી કરી

05/18/2022 World

SidhiKhabar

SidhiKhabar

રશિયાને મળ્યો મોટો પડકાર; પુતિન દ્વારા ધમકી મળવા છતાં ફિનલેન્ડ અને સ્વીડને નાટોના સભ્યપદ માટે અ

વર્લ્ડ ડેસ્ક: યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં વ્યસ્ત રશિયાને બીજો એક મોટો પડકાર મળ્યો છે. તેમની ધમકીઓને ધ્યાનમાં લીધા વિના  ફિનલેન્ડ અને સ્વીડને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ના સભ્યપદ માટે અરજી કરી છે. નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે બુધવારે જણાવ્યું હતું કે ફિનલેન્ડ અને સ્વીડને સત્તાવાર રીતે નાટોમાં જોડાવા માટે અરજી કરી છે.


આખી પ્રક્રિયામાં બે અઠવાડિયા લાગી શકે છે

આખી પ્રક્રિયામાં બે અઠવાડિયા લાગી શકે છે

બે દેશોના રાજદૂતોની અરજીઓ મળ્યા બાદ સ્ટોલ્ટનબર્ગે પત્રકારોને જણાવ્યું હતું કે, "હું ફિનલેન્ડ અને સ્વીડનની નાટોમાં જોડાવાની વિનંતીનું સ્વાગત કરું છું. તમે અમારા સૌથી નજીકના ભાગીદાર છો. હવે આ અરજીઓને ઓછામાં ઓછા 30 સભ્ય દેશો દ્વારા મંજૂર કરવાની જરૂર છે. સમગ્ર પ્રક્રિયામાં બે અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.” યુક્રેન પર રશિયાના હુમલાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે બંને દેશોએ સૌથી મોટા સૈન્ય જોડાણમાં સામેલ થવા માટે આ પગલું ભર્યું છે.


નાટો ટૂંક સમયમાં જોડાવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે

નાટો ટૂંક સમયમાં જોડાવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ફિનલેન્ડ અને સ્વીડનના નાટોમાં સમાવેશ સામે વાંધો ઉઠાવ્યો છે. જો વાંધાઓનું નિરાકરણ થાય અને વાટાઘાટો આગળ વધે તો બંને દેશો થોડા મહિનામાં નાટોમાં જોડાઈ જશે. આ સમગ્ર પ્રક્રિયામાં સામાન્ય રીતે આઠથી 12 મહિનાનો સમય લાગે છે, પરંતુ નાટો તેને ઝડપથી પૂર્ણ કરવા માંગે છે.


પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ થાય તેવી અપેક્ષા છે

પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ થાય તેવી અપેક્ષા છે

24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્વીડન અને ફિનલેન્ડ નાટોમાં સામેલ થવા માટે સંમતિ દર્શાવી હતી. યુક્રેન પર હુમલા બાદ આ દેશોને ડર હતો કે રશિયા તેમને પણ નિશાનો બનાવી શકે છે. તેથી  આ બંને દેશોએ નાટોના સભ્યપદ માટે પહેલ શરૂ કરી છે. આ બંને દેશોને રશિયા તરફથી ગંભીર પરિણામોની ધમકીઓ મળી છે. રશિયાની ધમકીઓને ધ્યાનમાં લીધા વિના  હવે આ બંને દેશોએ નાટોમાં જોડાવા માટે અરજી કરી છે. આ કારણથી બંને દેશો નાટોમાં જોડાવાની પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ થાય તેવી અપેક્ષા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top