આ રાજ્યના સીએમ વિરુદ્ધ પડોશી રાજ્યે જ FIR દાખલ કરી:હત્યાના પ્રયાસ,અપરાધિક ષડ્યંત્રનો આરો

આ રાજ્યના મુખ્યમંત્રી વિરુદ્ધ પડોશી રાજ્યે જ FIR દાખલ કરી: હત્યાના પ્રયાસ, અપરાધિક ષડ્યંત્રનો આરોપ

07/31/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

આ રાજ્યના સીએમ વિરુદ્ધ પડોશી રાજ્યે જ FIR દાખલ કરી:હત્યાના પ્રયાસ,અપરાધિક ષડ્યંત્રનો આરો

ગુવાહાટી: આસામ અને મિઝોરમ વચ્ચેનો સરહદીય વિવાદ (Assam Mizoram conflict) શાંત થવાનું નામ લઇ રહ્યો નથી. 26 જુલાઈએ આંતરરાજ્ય સરહદ ઉપર આસામ પોલીસના 6 પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા બાદ બંને રાજ્યો વચ્ચે તણાવ બરકરાર છે. ત્યારે હવે મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી સામે જ એફઆઈઆર દાખલ કરી છે. મિઝોરમ પોલીસે (Mizoram Police) આ ઉપરાંત અન્ય 6 અધિકારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે.

મિઝોરમ પોલીસ દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા (Himanta Biswa Sarma) સહિત 7 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને અપરાધિક ષડ્યંત્રને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. અન્ય લોકોમાં આસામ પોલીસના 4 વરિષ્ઠ અધિકારીઓ તેમજ 2 બ્યુરોક્રેટ્સ પણ સામેલ છે. જ્યારે 200 જેટલા અજ્ઞાત પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

મિઝોરમ પોલીસે દાખલ કરેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓ ઉપર ભારતીય દંડ સંહિતા હેઠળ શસ્ત્ર અધિનિયમ, મિઝોરમ રોકથામ અને કોવિડ-19 અધિનિયમ 2020 ની વિવિધ ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એફઆઈઆરમાં મિઝોરમ પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, હથિયારબંધ 200 આસામ પોલીસના પોલીસકર્મીઓએ આઈજીપીના નેતૃત્વમાં તેમના 20 પોલીસ અધિકારીઓ ઉપર હુમલો કરી દીધો હતો. તેમજ તેમના પોલીસ કેમ્પને આરક્ષિત વનની જમીન ઉપર અતિક્રમણ હોવાનું કહી બળજબરીથી કબજો કરવાના પ્રયાસો કર્યા હતા.’

બીજી તરફ, રિપોર્ટ્સ અનુસાર, આસામ પોલીસે પણ આ મામલે મિઝોરમમાં 6 અધિકારીઓને સમન મોકલીને 2 ઓગસ્ટના રોજ ઢોલાઈ પોલીસ સ્ટેશન ખાતે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે. આસામ પોલીસે મિઝોરમ પોલીસના ડેપ્યુટી કમિશ્નર અને એસપી રેન્કના અધિકારીઓને સમન પાઠવ્યું છે. જ્યારે મિઝોરમ પોલીસે આસામ પોલીસના અધિકારીઓને સમન મોકલીને 1 ઓગસ્ટ સુધી પોલીસ સામે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે આસામ અને મિઝોરમ વચ્ચે સરહદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને રાજ્યોના પોલીસબળો વચ્ચે સંઘર્ષ થયો હતો. જેમાં આસામના 6 પોલીસકર્મીઓ શહીદ થયા હતા તેમજ એક પોલીસ અધિક્ષક સહિત 50 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે ટ્વીટર ઉપર જાણે યુદ્ધ ખેલાયું હતું અને બંનેએ ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને આ મામલે તુરંત કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top