કેરળમાં ભારે વરસાદથી તારાજી: 9 લોકોના મોત, અનેક લાપતા

કેરળમાં ભારે વરસાદથી તારાજી: 9 લોકોના મોત, અનેક લાપતા

10/17/2021 National

SidhiKhabar

SidhiKhabar

કેરળમાં ભારે વરસાદથી તારાજી: 9 લોકોના મોત, અનેક લાપતા

કેરળ: દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડતા ભારે વરસાદના કારણે આખા રાજ્યમાં જનજીવન ખોરવાઈ ગયું છે અને લગભગ તમામ નદીઓ જોખમી સપાટીથી ઉપર વહી રહી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં કેટલાક લોકોના મોત થયા છે તો અનેક લોકો ફસાયા છે.

કેરળના ઈડુક્કી જિલામાં કોટ્ટયમ અને કોક્ક્યારમાં ભૂસ્ખલનના કારણે પૂર જેવી સ્થિતિના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. આ ઉપરાંત 10 થી વધુ લોકો લાપતા છે. ભારતીય હવામાન વિભાગે પઠાનઠીટ્ટા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ત્રિશુર જીલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત અન્ય અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું

કેરળના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધુને વધુ બગડી રહી છે. રવિવારે સવારથી ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. તેમજ વાયુસેનાના હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે. કોટ્ટયમ જિલ્લામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર મળ્યા છે. જ્યારે કુટ્ટીકલ અને કોક્ક્યારમાં 8 લોકો લાપતા છે. જેમની શોધખોળ હાલ ચાલી રહી છે.

કેરળના થોડુપુઝામાં કારમાં બેઠેલા બે લોકો ડૂબી ગયા હતા જેના કારણે બંનેના મોત થયા હતા. કોટ્ટયમમાં અગાઉ 6 લોકોના મોતના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ આજે રેસ્ક્યુ દરમિયાન અન્ય ત્રણ મૃતદેહો મળવાની સાથે મૃત્યુ આંક 9 પર પહોંચી ગયો છે.


મોટાભાગના ડેમ ઓવરફ્લો

કેરળના મોટાભાગના બંધ ક્ષમતાથી ભરાઈ ગયા છે અને ભૂસ્ખલનના કારણે નાના કસ્બા અને ગામ સંપર્કવિહોણા બન્યા છે. અમુક જિલ્લાઓમાં એવી જ સ્થિતિ ઉત્પન્ન થઇ છે જેવી સ્થિતિ વર્ષ 2018 અને 2019 ના પૂર દરમિયાન ઉભી થઇ હતી. જોકે, અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ડરવાની જરૂર નથી.

કેરળના મંત્રીએ કહ્યું કે, કોટ્ટયમ જીલ્લાના અનેક હિસ્સોમાં ચાર ભૂસ્ખલનની ઘટનાઓની જાણકારી મળી છે. અમે વાયુસેના પાસે સહયોગ માગ્યો છે જેથી ફસાયેલા લોકોને બચાવી શકાય. ઘરોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે લોકો બહાર નીકળી શકતા નથી, 60 થી વધુ લોકો બચાવકાર્યમાં જોતરાયેલા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top