કયા લોકો માટે રીંગણનો ઉપયોગ બની શકે છે હાનિકારક! આ બીમારી ધરાવતા લોકોએ ન કરવું રીંગણનું સેવન!

કયા લોકો માટે રીંગણનો ઉપયોગ બની શકે છે હાનિકારક! આ બીમારી ધરાવતા લોકોએ ન કરવું રીંગણનું સેવન!

09/25/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

કયા લોકો માટે રીંગણનો ઉપયોગ બની શકે છે હાનિકારક! આ બીમારી ધરાવતા લોકોએ ન કરવું રીંગણનું સેવન!

રીંગણ ખાવાના આમ તો ઘણા બધા ફાયદાઓ છે. આમ તો રીંગણને(brinjal) સ્વાસ્થ્ય(health) માટે સારું માનવામાં આવે છે પરંતુ ફાયદા હોય તેના સામે અમુક નુકશાન પણ હોય છે. તેવીજ રીતે અમુક તાશીર મુજબ એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, કોણે કોણે તેનું સેવન ન કરવું. ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ માટે રીંગણ ઘણા લોકોનું ફેવરીટ શાકભાજી હોય છે. એક રીસર્ચ અનુસાર રીંગણમાં બીજા છોડની તુલનામાં વધારે નિકોટીન મળી આવે છે. આવામાં ઘણા સવાલો ઉભા થાય છે કે શું રીંગણ સ્વાસ્થ્ય માટે સારું છે કે પછી ખરાબ?


સ્વાદના હિસાબે રીંગણને ઘણું પસંદ કરવામાં આવે છે. ઘરમાં બનાવવામાં આવતી અનેક વાનગીઓમાં લોકો દ્વારા તેનો ઉપયોગ થાય છે. ગુજરાતીઓમાં ખાસ કરીને શિયાળા દરમિયાન રીંગણનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ગુજરાતીઓની સ્પેશિયલ ડીશમાની એક ડીશ છે રીંગણનું ભડથું અને બાજરાના રોટલા. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. રીંગણમાં અમુક પોષક તત્વો એવા હોય છે જે બીજા શાકભાજીમાં નથી હોતા. તેમાં ફાઈબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે અને કેલેરી ઓછી હોય છે. જેના સેવનથી ડાયાબિટીસ(sugar) કંટ્રોલમાં રહે છે અને વજન પણ વધતું નથી. પરંતુ જો તમે અમુક બીમારી સાથે સંકળાયેલા છો તો પછી તમારા માટે રીંગણનું સેવન કરવું બની શકે છે હાનિકારક. તો ચાલો જાણીએ કયા લોકોએ રીંગણનું સેવન ન કરવું.


૧ એલર્જી :

જો તમને કોઈ પણ પ્રકારની એલર્જીની સમસ્યા હોય જેવી કે કોઈને અમુક ખાવાની ચીજ વસ્તુ ઉદાહરણ તરીકે મગફળી, ડેરી ઉત્પાદનોથી એલર્જી થાય છે. આ ઉપરાંત ધૂળ પણ કોઈના માટે એલર્જી સ્વરૂપ હોય છે. આથી આવા લોકોએ રીંગણના સેવનથી દૂર રહેવું જોઈએ.

૨ ડીપ્રેશનની(depression) દવાઓનું સેવન :

જો કોઈને માનિસક તણાવ હોય અને તેઓ ડીપ્રેશનની દવા લઇ રહ્યા હોય તો તેમણે પણ રીંગણ ન ખાવા જોઈએ.

૩ આંખોને લગતી સમસ્યા :

જો તમારી આંખમાં બળતરા થતી હોય કે પછી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેવા લોકોએ રીંગણ ન ખાવું.

૪ હરસ-મસા :

રીંગણને ખાદ્યપદાર્થમાં પાચન મુજબ ગરમ  પ્રકૃતિવાળું શાકભાજી માનવામાં આવે છે. જેથી હરસ-મસાની સમસ્યા ધરાવતા વ્યક્તિઓએ રીંગણ ખાવા ન જોઈએ નહિતો હરસનો દુખાવો વધે છે.

૫ પથરી :

રીંગણમાં ઓક્સટેલ નામક તત્વ હોય છે જેની હાનિકારક અસર કિડની ઉપર થાય છે. આ ઉપરાંત રીંગણના બીજને પચવામાં સમસ્યા થાય છે જેથી તે પથરીમાં રૂપાંતર થઇ જાય છે. આથી પથરીની સમસ્યા વાળા લોકોએ પણ રીંગણ ન ખાવા હિતાવહ છે.

૬ ગર્ભવતી મહિલા :

ગર્ભવતી મહિલાઓએ રીંગણનું સેવન ટાળવું જોઈએ. કારણકે રીંગણના સેવનથી ગર્ભમાં વિકાસ પામતા બાળકને નુકશાન પહોંચે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top