આજે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી : આજે કયા વિસ્તારો ભીંજાશે એ જાણો

આજે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી : આજે કયા વિસ્તારો ભીંજાશે એ જાણો

05/25/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આજે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી : આજે કયા વિસ્તારો ભીંજાશે એ જાણો

Rain forecast  : મોસમ વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું વહેલું બસી જવાની સંભાવના છે. સરકારી તંત્ર દ્વારા રોડના ખોદકામ સહિતના કામો પણ અટકાવી દેવામાં આવ્યા છે. એ સાથે જ અનેક સ્થળોએ વરસાદ હળવા પગલે આંટો મારી ગયો છે. આજે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થાય એવી વકી છે.


રાજસ્થાનમાં સર્જાયું લો પ્રેશર

રાજસ્થાનમાં સર્જાયું લો પ્રેશર

આજે વહેલી સવારે વલસાડમાં વરસાદનું આગમન થયું છે. આજે વહેલી સવારથી કપરાડા પારડી ખાતે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો. જેણે કારણે લોકોએ બફારાથી રાહત મેળવી હતી. વાપીમાં પણ વહેલી સવારે વરસાદે આંટો માર્યો હતો. સાથે જ ઉમરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે વરસાદનું આગમન થઇ જતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


રાજસ્થાન પર સર્જાયેલ લો પ્રેશરથી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. જેને પરિણામે આગામી બે દિવસો દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. પવનની ગતિ 10થી  15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી ચાર-પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૪૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૨૯.૩ ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ભેજનું પ્રમાણ ૬૫ ટકા થઇ જતાં લોકો બફારાથી ત્રસ્ત થયા હતા. મોડી સાંજે અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો હતો. અમદાવાદમાં આગામી પાંચ દિવસ ૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે.


રાજકોટમાં વરસાદ

રાજકોટમાં વરસાદ

રાજકોટમાં ગઈકાલે (મંગળવારે) પડેલા ધોધમાર વરસાદને પ્રતાપે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ મુશ્કેલી વેઠી પડી હતી. રાજકોટમાં વહેલો વરસાદ ખાબકતા પ્રજાને કાળઝાળ ગરમીમાંથી તો રાહત મળી ગઈ છે, પરંતુ ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે એવું મનાઈ રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top