આ કેવો પ્રેમ? ૪૦ વર્ષીય મહિલા ૧૪ વર્ષના કિશોરને પતિ બનાવવા ભગાડી ગઈ

આ કેવો પ્રેમ? ૪૦ વર્ષીય મહિલા ૧૪ વર્ષના કિશોરને પતિ બનાવવા ભગાડી ગઈ

11/30/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આ કેવો પ્રેમ? ૪૦ વર્ષીય મહિલા ૧૪ વર્ષના કિશોરને પતિ બનાવવા ભગાડી ગઈ

દાહોદ: પ્રેમમાં પાગલ લોકો ક્યારેક તમામ હદો વટાવી જતા હોય છે. પરણીત વ્યક્તિઓ પણ અન્ય પાત્ર સાથે પ્રેમમાં પડી લગ્નના ઈરાદે ભાગી જવાના કિસ્સા બનતા રહે છે. પણ ગુજરાતના દાહોદમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૪૦ વર્ષીય પરણીતા અને ૧૪ વર્ષીય કિશોર વચ્ચે પ્રેમ થઈ ગયો અને બંને ભાગી ગયા હતા. આ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી દીધી છે. 

દાહોદ જીલ્લાના ફતેપુરાના એક ગામડાની એક ચાળીસ વર્ષીય મહિલા થોડા સમય પહેલાં ગાંધીનગરની એક સાઈટ પર એક કિશોરના સંપર્કમાં આવી હતી. કિશોર હાલ આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મજૂરી કામ પણ કરે છે. જ્યારે મહિલા પોતે છ સંતાનોની માતા છે. 


ગાંધીનગર સાઈટ પર બંને સંપર્કમાં આવ્યા હતા

ગાંધીનગરની એક સાઈટ પર બંને એકબીજાના સંપર્કમાં આવ્યાં હતા અને ત્યારબાદ મહિલા કિશોરને સુખપર ગામેથી સમજાવી-પટાવીને ભગાડી લઈ ગઈ હતી. બીજી તરફ, કિશોર કેટલાય દિવસોથી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. કેટલાક દિવસોની શોધખોળ બાદ પરિવારને તે બંને ગાંધીનગર આસપાસ રહેતા હોવાની જાણ થતા ત્યાં જઈને બંનેને સમજાવીને આ કાયદાકીય રીતે યોગ્ય નથી તેમ જણાવીને લઈ આવ્યાં હતા. 


બંને રાજસ્થાનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું

દરમ્યાન, મહિલા સંતરામપુરા બસ સ્ટેન્ડ પાસે કિશોરના પરિવારને તેને લઈ જશો તો તેના સાસરી પક્ષવાળા દંડ વસૂલ કરશે તેથી હું જાતે જ જઈશ તેમ કહીને ચાલાકી વાપરી ફરીથી કિશોરને ભગાડી ગઈ હતી. તપાસમાં તે બંને છેલ્લા ૧૫ દિવસથી રાજસ્થાન મહિલાના પિયરે હોવાનું જાણવા મળ્યું છે. જોકે, એક અહેવાલ અનુસાર, મહિલા કિશોરને પરત ન આપીને તેના પતિ તરીકે રાખવા માગતી હોવાનું જાણવા મળ્યું છે. 

પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું કે, મહિલા કિશોરને પતિ તરીકે  ભગાડી ગયાની અરજી આવી છે અને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. કિશોરની ઉંમરના પુરાવાઓ સાથે તેના પિતાને બોલાવવામાં આવ્યાં છે. જેના યોગ્ય અભ્યાસ બાદ ગુનો દાખલ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top