આજે ચોથું નોરતું : મા કુષ્માંડા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

આજે ચોથું નોરતું : મા કુષ્માંડા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

10/20/2020 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આજે ચોથું નોરતું : મા કુષ્માંડા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

આજે નવરાત્રીનો ચોથો દિવસ. દુર્ગામાતાનું ચોથું સ્વરૂપ એટલે કુષ્માંડા માતા. મા કુષ્માંડાના ચહેરા પર મંદ મંદ સ્મિત હોય છે. કુષ્માંડા માતાને આઠ હાથ (ભુજાઓ) છે. આથી તે ‘અષ્ટભુજા દેવી’ તરીકે પણ જાણીતા છે. આ ભુજાઓમાં તેમણે અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતમય કળશ, ચક્ર અને ગદા ધારણ કરેલાં છે. માતાના આઠમા હાથમાં સિદ્ધિ અને સમૃદ્ધિ આપનારી જાપમાળા છે. માતાજી વાઘ પર બિરાજમાન છે. કેટલીક જગ્યાએ પોતાની માન્યતા મુજબ લોકોએ માતાજીના વાહન તરીકે સિંહની ગણના કરી છે. ચતુર્થ દિને તેમનું પૂજન-અર્ચન અને સાધના કરવામાં આવે છે.

પૌરાણિક કથા

જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે આ જ દેવીઓ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. આજ કારણોસર કુષ્માંડા માતાને સૃષ્ટિની ‘આદિસ્વરૂપા’ અને ‘આદિશક્તિ’ તરીકે ઓળખવામાં આવે છે. મા દુર્ગાએ અસુરાના સંહાર માટે પણ કુષ્માંડા દેવીનું રૂપ ધારણ કર્યું હતું.

માતા કુષ્માંડા વિષે વિશિષ્ટ બાબત એ છે કે એ સૂર્યલોકમાં વાસ કરે છે. આ પ્રકારની ક્ષમતા બીજા કોઈ દેવદેવીઓમાં નથી. આ કારણોસર મા કુષ્માંડાને તેજની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસારના સહુ જીવમા રહેલું તેજનું તત્વ મા કુષ્માંડાને આભારી છે.

 

 

શ્લોક

મા કુષ્માંડાનો શ્લોક આ મુજબ છે.

सुरासंपूर्णकलशं रुधिराप्लुतमेव च।

दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे ॥

 

 

મા કુષ્માંડાની પૂજા કઈ રીતે કરશો?

જે વ્યક્તિઓ કુંડલી જાગ્રત કરવા માંગે છે એમણે મનમાં ‘અનાહત’ની સ્થાપના કરવા માટે નવરાત્રીના ચોથે દિવસે મા કુષ્માંડાની વિધિવત પૂજા-અર્ચ્નાઆવ્શ્ય કરવી જોઈએ.

જે રીતે મા બ્રહ્મચારિણી અને મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે, એ જ પ્રમાણે મા કુષ્માંડાની પૂજા પણ કરાય છે. સવારે વહેલા ઉઠીને કળશની પૂજા કરવામાં આવ છે. ત્યાર બાદ કુષ્માંડા માતાની પૂજા કરાય છે. હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવા. સાથે જ ઉપર આપેલા શ્લોકનું પઠન કરવું. ત્યારબાદ શપ્તશતી મંત્ર અને ઉપાસના મંત્રનો પાઠ કરવો.

 

શપ્તશતી મંત્ર :

या देवी सर्वभू‍तेषु

मां कूष्‍मांडा रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै

नमस्तस्यै नमो नम:।।

 

ઉપાસના મંત્ર :

कुत्सित: कूष्मा

कूष्मा-त्रिविधतापयुत:

संसार:, स अण्डे मांसपेश्यामुदररूपायां

यस्या: सा कूष्मांड

 

પૂજાનું ફળ

એવું માનવામાં આવે છે કે મા કુષ્માંડા પોતાના ભક્તો પર તુરંત પ્રસન્ન થનારા છે. મા કુષ્માંડાના પૂજનથી બીમારી અને દુઃખોનો નાશ થાય છે. માતા તમને લાંબુ જીવન, પ્રસિદ્ધિ, શક્તિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. માતા કુષ્માંડા પવિત્રતા અને સ્વાસ્થ્યની દેવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top