મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : મહિલાએ ગુમાવ્યા 62 લાખ રૂપિયા, જાણો શું છે આખો મામલો

મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : મહિલાએ ગુમાવ્યા 62 લાખ રૂપિયા, જાણો શું છે આખો મામલો

01/17/2022 National

SidhiKhabar

SidhiKhabar

મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : મહિલાએ ગુમાવ્યા 62 લાખ રૂપિયા, જાણો શું છે આખો મામલો

નેશનલ ડેસ્ક: આજની 21મી સદીમાં ટેક્નોલોજી ધીમે ધીમે આગળ વધી રહી છે, એવામાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. ઓનલાઇન ફ્રોડ કરનાર ગઠિયાઓએ સાઇબર ક્રાઇમને જાણે કે પોતાનો વ્યવસાય બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. જો તમે પણ ઓનલાઈન મેટ્રોમોનિયલ સાઈટ પર મુરતિયો શોધતાં હોવ તો તમારા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.


મેટ્રોમોનિયલ સાઇટ પર છેતરપિંડી

મેટ્રોમોનિયલ સાઇટ પર છેતરપિંડી

એક મહિલાને મેટ્રોમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. મહારાષ્ટ્રના પુણેમાં એક ખાનગી કંપનીના મેનેજમેન્ટ પ્રોફેશનલ સાથે સંકળાયેલી યુવતી સાથે 62 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. તેણીએ મેટ્રોમોનિયલ સાઇટ પર પોતાનો જીવનસાથી શોધવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એવું કહેવાય છે કે છેતરપિંડી કરનાર પીડિતાને મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યો હતો. યુવક પોતે મૂળ ભારતીય હતો પરંતુ હાલમાં તે બ્રિટનમાં વસવાટ કરતો હોવાથી તે મહિલાને તેની પ્રોફાઇલમાં રસ હતો. યુવકે પોતાનો પરિચય 'બ્રિટનના સિવિલ એન્જિનિયર' તરીકે આપ્યો હતો.


મીડિયા દ્વારા મળેલી માહિતી અનુસાર પીડિત મહિલાએ વાકડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું છે કે તેણે ગયા ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી મેટ્રિમોનિયલ સાઇટ પર એક વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી હતી. થોડા દિવસો પછી ફોન નંબરની આપ-લે થયા બાદ તેની સાથે ફોન પર વાતચીતની શરૂઆત થઈ હતી. પીડિતા સાથે પ્રથમ મિત્રતા અને ત્યારબાદ પ્રેમભરી વાતોની શરૂઆત થઇ હતી. આ દરમિયાન તેણે કહ્યું કે તે ભારત આવવાની યોજના બનાવી રહ્યો છે.


આરોપીએ પીડિત મહિલા આગળ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જે તેણે સ્વીકારી લીધો હતો. યુવકની પ્રેમભરી વાતોમાં એક ભણેલી-ગણેલી યુવતી ફસાઈ ગઈ હતી. તેણે યુવતીને એવું કહ્યું કે, તે પહેલા તેનો તમામ સામાન ભારત મોકલી રહ્યો છે. તે પછી તે પોતે આવશે. યુવતીએ તેની વાત માની લીધી. ભારતમાં આ સામગ્રી ઉતારવા માટે મહિલાએ ઘણા પૈસા ખર્ચવા પડ્યા હતા. આ માલના બદલામાં પીડિત મહિલા દ્વારા તમામ પ્રકારની પ્રોસેસિંગ ફી, ટેક્સ, દંડ વગેરે ચૂકવવામાં આવ્યા હતા.


પીડિત મહિલાએ જણાવ્યું કે તેણે લગભગ 15 વખત આરોપીઓના વિવિધ બેંક ખાતામાં 62 લાખ રૂપિયા જમા કરાવ્યા. દરમિયાન, તેને ખ્યાલ આવ્યો કે કદાચ તેની સાથે છેતરપિંડી થઈ રહી છે. ત્યારબાદ તેણે પિંપરી-ચિંચવડ પોલીસનો સંપર્ક કર્યો અને કેસ નોંધ્યો. આ અંગે પુણે પોલીસના ઈન્સ્પેક્ટર સંતોષ પાટીલે જણાવ્યું કે કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top