Gujarat Elections 2022 : ભાજપે છેલ્લા 20 દિવસમાં ચિત્ર બદલી નાખ્યું?! ભાજપના ‘ગેમ પ્લાન’ સામે વ

Gujarat Elections 2022 : ભાજપે છેલ્લા 20 દિવસમાં ચિત્ર બદલી નાખ્યું?! ભાજપના ‘ગેમ પ્લાન’ સામે વિપક્ષ સાવ ફીકા પડી રહ્યા છે કે શું?!

11/26/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Gujarat Elections 2022 : ભાજપે છેલ્લા 20 દિવસમાં ચિત્ર બદલી નાખ્યું?! ભાજપના ‘ગેમ પ્લાન’ સામે વ

Gujarat Elections 2022 : મતદાનની તારીખો નજીક આવતી જાય તેમ તેમ દરેક પક્ષ ચૂંટણી પ્રચાર માટે એડી-ચોટીનું જોર લગાવી દેતો હોય છે. ભાજપ આ બાબતે હંમેશા કોર્પોરેટ લેવલની ચોકસાઈ સાથે કામ કરે છે. ટિકિટ વહેંચણીથી માંડીને કયા વિસ્તારમાં કોની સભા કરવી, એ બાબતે ભાજપ પાસે પુરતા લોજીક સાથેનું પરફેક્ટ પ્લાનિંગ હોય છે. બીજી તરફ અઢી દાયકાથી વધુ લાંબા શાસન બાદ વિપક્ષો પાસે એન્ટીઇન્કમ્બન્સી (શાસન વિરોધી લહેર)નું જોરદાર હથિયાર હશે, એવું રાજકીય વિશ્લેષકોને લાગતું હતું. ખાસ કરીને કોરોના કાળ પછી પ્રજાનો બહુ મોટો વર્ગ સરકારથી નારાજ હશે, એવી વિરોધ પક્ષો અને રાજકીય વિશ્લેષકોની ધારણા હતી. પરંતુ અમુક અપવાદોને બાદ કરતા એની અસર બહુ જણાઈ રહી નથી. ઉલટાનું ઘણી જગ્યાએ તો નેતાઓએ કરેલા રાહતકાર્યોની વાતો થઇ રહી છે. વિરોધ પક્ષના નેતાઓ પણ પોતાના મુદ્દા પ્રજા સુધી પહોંચાડવામાં કાચા પડી રહ્યા હોય એમ લાગે છે.


ભાજપે છેલ્લા 20 દિવસમાં ચિત્ર બદલી નાખ્યું?!

ભાજપે છેલ્લા 20 દિવસમાં ચિત્ર બદલી નાખ્યું?!

ભાજપે વધુ એક વાર પોતાની સંગઠન શક્તિ અને લોકોના હૃદય સુધી પહોંચવાની શક્તિનો પરચો વધુ એક વાર બતાવ્યો હોય એવું પ્રતીત થઇ રહ્યું છે. અઢી દાયકા અગાઉ ભાજપે ગુજરાતમાં સત્તા મેળવી, એ પછી ગઈ ચૂંટણીમાં (2017માં) ભાજપે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું અને પાર્ટીને 182 માંથી માત્ર 99 સીટ્સ મળી! ભાજપની આવી નાલેશીભરી પીછેહઠ માટે પાટીદાર આંદોલનથી માંડીને એન્ટીઇન્કમ્બન્સી સહિતા કેટલાક મુદ્દાઓ જવાબદાર હતા. એ પછી 202 ની ચૂંટણી પહેલા કોરોનાની મહામારીએ આખી દુનિયામાં કાળો કેર વર્તાવ્યો. ગુજરાતે પણ આ બે વર્ષમાં ખાસ્સી ખાનાખરાબી વેઠી. એટલે રાજકીય વિશ્લેષકોને લાગતું હતું કે 2022ની ચૂંટણીઓમાં ભાજપનું પ્રદર્શન 2017 કરતા પણ ખરાબ થશે. પરંતુ છેલ્લા 20 દિવસમાં ભાજપે પોતાના સંગઠનને બરાબર કામે લગાડ્યું છે, અને કાર્યકરો એડી-ચોટીનું જોર લગાવીને મેદાને પડ્યા છે.  સમજવા માટે છેલ્લા 20 દિવસોનો ઘટનાક્રમ સમજવો પડશે


દિગ્ગજો આખું ગુજરાત ખૂંદી વળ્યા!

દિગ્ગજો આખું ગુજરાત ખૂંદી વળ્યા!

છેલ્લા પખવાડીયામાં ટોચના બે નેતા – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જ ત્રણ ડઝનથી વધુ જાહેર સભાઓ સંબોધી છે. આ ઉપરાંત બીજા રાજ્યોના ભાજપી નેતાઓ પણ ગુજરાતના વિવિધ ભાગોના પ્રવાસે છે. આ નેતાઓએ કયા પ્રદેશમાં કેટલી સભાઓ કરવી, એની વ્યૂહરચના પણ બહુ વિચારીને – તાર્કિક રીતે ઘડવામાં આવી છે. જેમ કે આવતીકાલે મોદીજીની સભા અને રોડ શોનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે, જેથી પાટીદાર મતોનું પ્રભુત્વ ધરાવતી સુરતની છ સીટ્સ પર એની અસર પડે!


મોદીજી માત્ર ગુજરાત જ નહિ, પરંતુ સમગ્ર દેશમાં ભાજપના શાસનકાળ દરમિયાન થયેલા કાર્યોની વાત કરવાનું ચૂકતા નથી. આ સાથે જ ‘ડબલ એન્જીન સરકાર’નો ઉલ્લેખ કરીને તેઓ કેન્દ્ર અને રાજ્ય, બંનેમાં એક જ પક્ષની સરકાર હોવાના ફાયદાઓ ગણાવવાનું પણ ચુકતા નથી. તાર્કિક રીતે આવા મુદ્દાઓ લોકોના જનમાનસ પર જાણ્યે-અજાણ્યે બહુ ઊંડી અસર છોડી જતા હોય છે. આ ચૂંટણી માત્ર ધારાસભ્યોને ચૂંટવા માટે નથી, પરંતુ ગુજરાતનું આવનારા 25 વર્ષનું ભાવિ નક્કી કરવા માટેની છે, એવું કહીને વડાપ્રધાને ગુજરાતની પ્રજાને ભવિષ્યની રૂપરેખા પણ આપી દીધી છે. વિપક્ષો હજી સુધી આવો કોઈ સ્પષ્ટ મેસેજ આપી શક્યા નથી!

બીજી તરફ ગુજરાત બહારથી આવેલા ભાજપના નેતાઓ પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણને આધારે સભાઓ ગજવી રહ્યા છે. દાખલા તરીકે ભોજપુરી સુપર સ્ટાર રવિકિશને સુરતના ઉત્તર ભારતીયોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં ચિક્કાર જનમેદની સાથેની સભાઓ સંબોધીને ઉ.ભારતીય મતદારોને ભાજપ તરફ આકર્ષવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.


બીજી તરફ વિપક્ષો હજી સુધી આ રીતનો કાર્યસાધક લોકસંપર્ક કરવામાં બહુ સફળતા મેળવી શક્યા હોય એવું લાગતું નથી. આમ આદમી પાર્ટી આ વખતે ત્રીજા પરિબળ તરીકે ઉભરી આવવાની વાત છે, પરંતુ આ ઉભરો સોશિયલ મીડિયાની બહાર બહુ ઓછો દેખાય છે. આમ આદમી પાર્ટીનું સંગઠન હજી ક્યાંક કાચું પડતું હોવાનું જણાય છે. બીજી તરફ કોંગ્રેસની એ જ ‘વોહી રફતાર’ જોવા મળી રહી છે, જે છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં કોંગ્રેસને હરાવી ચૂકી છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top