વિદ્યાર્થીઓને નશાના રવાડે ચઢાવતો ગુજરાતી ધારાવાહિક અને ફિલ્મોનો ડાયરેકટર રંગે હાથે ઝડપાયો

વિદ્યાર્થીઓને નશાના રવાડે ચઢાવતો ગુજરાતી ધારાવાહિક અને ફિલ્મોનો ડાયરેકટર રંગે હાથે ઝડપાયો

04/02/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વિદ્યાર્થીઓને નશાના રવાડે ચઢાવતો ગુજરાતી ધારાવાહિક અને ફિલ્મોનો ડાયરેકટર રંગે હાથે ઝડપાયો

ગુજરાત ડેસ્ક : ગુજરાતી ધારાવાહિક અને ફિલ્મોનાં ડાયરેક્ટર અને રાઈટરને ગાંધીનગરની CID ટીમે ડ્રગ્સની પડીકીઓ સાથે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. તે વાઘોડીયાની પારુલ યુનિવર્સીટી તેમજ વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓને પાર્ટી ડ્રગ્સ (drugs) તરીકે જાણીતા મેફ્રેડ્રોન સપ્લાય કરતો હતો. નાર્કોટિક્સ સેલ CID ક્રાઇમ, ગાધીનગર (Gandhinagar) પોલીસે ચોક્કસ બાતમીના આધારે રૂપિયા 23 હજાર ઉપરાંતની કિંમતના એમડી ડ્રગ્સ સાથે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આજવા રોડ ઉપરથી ડ્રગ્સ સાથે ફિલ્મોનો રાઇટર અને ડાયરેકટર ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.


નાર્કોટીક્સ સેલે વિદ્યાર્થીની મદદથી છટકું ગોઠવ્યું

CID ક્રાઇમ, ગાધીનગરના પી.આઈ. રાજેશ કાનમીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી તેમજ માદક દ્રવ્યોની થતી હેરાફેરી પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ માહિતી આપી હતી કે, આજવા રોડ ઉપર આવેલા એફ-156, ભાગ્યલક્ષ્મી ટાઉનશીપમાં રહેતા અને સપના ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનના રાઇટર અને ડાયરેક્ટર અસગરખાન ઉર્ફે બોબી અબ્દુલસતાર ખાન દેશના યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યો છે. આ માહિતીના આધારે નાર્કોટીક્સ સેલ એક્ટીવ થયો હતો. શરૂઆતમાં તેમણે અસગરખાનની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. ત્યારબાદ નાર્કોટીક્સ સેલે વિદ્યાર્થીની મદદથી છટકું ગોઠવ્યું. તેમેને ચાર-પાંચ વિદ્યાર્થીઓની મદદ લીધી હતી. જેમાં એક વિદ્યાર્થીએ અસગરખાનનો સંપર્ક કરી એમડી ડ્રગ્સની માગણી કરી હતી. આથી અસગરખાને વિદ્યાર્થીને વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે બોલાવ્યો હતો. જોકે, તે ત્યાં આવ્યો ન હતો.


ત્યારબાદ તેણે ફોન કરી વિદ્યાર્થીને વાઘોડિયા ગામ તરફ જવાના રોડ પર પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો. વિદ્યાર્થી પેટ્રોલ પંપ પહોંચતા નાર્કોટીક્સ સેલની ટીમ પણ ગોઠવાઈ ગઈ હતી. વિદ્યાર્થીને ડ્રગ્સ આપતા જ પોલીસે અસગરખાનને દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 23 હજારની કિંમતનું 2.310 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું હતુ. તે સાથે પોલીસે એક બાઇક, બે મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપિયા 1800 મળી કુલ 84,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી

આ બનાવની CPI આર એન રાઠવાએ તપાસ શરૂ કરી હતી, જેમાં બોબીએ જણાવ્યું કે તે મૂળ બિહારનો વતની છે અને થોડોક સમય મહારાષ્ટ્રમાં રોકીને હવે વડોદરામાં રહે છે તેમજ વડોદરામાં સપના ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનના રાઇટર અને ડાયરેક્ટરનું કામ કરે છે. તે મુંબઈ અને ગોવાથી ડ્રગ્સ લાવતો હતો. તેની પાસેથી મળેલું એમડી ડ્રગ્સ ઉચ્ચ ક્વોલિટીનું છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલો અસગરખાન ઉર્ફે બોબીની તપાસ દરમિયાન ડ્રગ્સનાં મોટા નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. અત્રે વરણામા પોલીસે નાર્કોટિકસ એક્ટ હેઠળ અસગરખાન ઉર્ફે બોબી અબ્દુલસત્તાર ખાન સામે ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આજે અસગરખાનને કોર્ટમાં રજૂ કરતા તેને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો છે. આરોપીના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top