લસણનું નિયમિત સેવન કરવાથી શ્વસનતંત્રની બીમારીઓ, ડાયાબિટીસ વગેરેમાં ચમત્કારિક રાહત મળી શકે છે

લસણનું નિયમિત સેવન કરવાથી શ્વસનતંત્રની બીમારીઓ, ડાયાબિટીસ વગેરેમાં ચમત્કારિક રાહત મળી શકે છે

12/05/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

લસણનું નિયમિત સેવન કરવાથી શ્વસનતંત્રની બીમારીઓ, ડાયાબિટીસ વગેરેમાં ચમત્કારિક રાહત મળી શકે છે

લસણ (garlic) એ એક પ્રકારની વનસ્પતિ છે, જે કંદમૂળ વર્ગમાં આવે છે અને કાંદા પ્રજાતિની વનસ્પતિ છે. વિશ્વભરમાં લસણનો ઉપયોગ વિવિધ ખોરાકમાં મસાલા તરીકે કરવામાં આવે છે. તેના છોડના મૂળમાં આવેલ કંદ ઘણી કળીઓનો બનેલો હોય છે. આ કળીઓ તીવ્ર ગંધ ધરાવતી હોય છે. ઘણાને આ ગંધ પસંદ નથી. હોતી! પણ બીજી તરફ લસણ એટલું ગુણકારી છે કે એની તીવ્ર વાસને અવગણીને ય એનું સેવન કરવું જોઈએ.

ઘણા લોકો લસણને તામસી પ્રકૃતિનું ગણીને એનું સેવન ટાળે છે. કેટલાકને ખોરાકમાં લસણ લેવાથી એસિડીટીનો (acidity) ડર સતાવે છે. પરંતુ યોગ્ય રીતે સેવન કરવાથી આ બધી ચિંતાઓ અકારણ સાબિત થાય છે. બીજી તરફ લસણમાં સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ભંડાર છે. લસણની એક કળી અનેક રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે, તેમજ અનેક બીમારીઓની સારવારમાં પણ તે ઉપયોગી નીવડે છે.

ખાસ કરીને જ્યારે તમે ભૂખા પેટે લસણની કળીનું સેવન કરો છો ત્યારે તે કુદરતી એન્ટીબાયોટિક તરીકે મહત્વપૂર્ણ કામ કરે છે. તે બેક્ટેરિયાનો નાશ કરે છે. લસણ મસા, કબજીયાત તેમજ કાનના દુખાવામાં મદદરૂપ સાબિત થાય છે.


સ્ટ્રેસ દૂર કરે, ભૂખ વધારે :

સ્ટ્રેસ દૂર કરે, ભૂખ વધારે :

આજના આધુનિક જીવનમાં બે લક્ષણો નોંધવા જેવા છે. પહેલું એ કે સરેરાશ વ્યક્તિ સ્ટ્રેસથી પીડાય છે. અને બીજું લક્ષણ એ કે મોટા ભાગના લોકો સમય પસાર કરવા માટે અથવા તો જમવાનો સમય થઇ ગયો હોવાથી પેટમાં ખોરાક પધરાવતા રહે છે, બાકી હકીકતમાં એમને કકડીને ભૂખ લાગી જ નથી હોતી! લસણ આ બન્ને બાબતોમાં ફાયદેમંદ છે.

તમે સ્ટ્રેસ અનુભવો ત્યારે પેટમાં એસિડ ઉત્પન્ન થાય છે. પરિણામે સ્ટ્રેસની આડઅસરો ઉભી થાય છે. લસણ આ એસિડ બનતો અટકાવે છે. આ સિવાય તે પાચનક્રિયાને ઉત્તેજિત કર છે, જેણે પરિણામે ચયાપચયની ક્રિયા ઝડપી બને છે અને સમયસર ભૂખ લાગે છે. (જો કે આ માટે ય તમારે રૂટિન લાઈફમાં ફિઝીકલ એક્ટીવીટીનું પ્રમાણ વધારવું જ પડે છે.)


પરજીવીઓ (પેરાસાઈટ્સ) અને બેક્ટેરિયાથી બચાવે છે :

પરજીવીઓ (પેરાસાઈટ્સ) અને બેક્ટેરિયાથી બચાવે છે :

લસણ તમારી પ્રતિકારક ક્ષમતા (immunity) વધારીને તમને પેટમાં જઈને આતંક ફેલાવનારા પરોપજીવીઓ (parasites) બેક્ટેરિયા (bacteria) સામે રક્ષણ આપે છે. સાથે જ ડાયાબિટીસથી પણ બચાવે છે. અમુક વાર ડાયેરિયાના ઉપચારમાં પણ લસણ પ્રભાવકારી નીવડે છે.


શ્વસનતંત્ર માટે ફાયદાકારક :

શ્વસનતંત્ર માટે ફાયદાકારક :

શ્વસનતંત્રને લગતી એક બીમારીઓમાં લસણ ફાયદેમંદ સાબિત થાય છે. ટીબી, અસ્થમા, ન્યુમોનિયા, શરદી, જૂની શરદી, સળેખમ, ફેફસામાં કફ ભરાઈ જવાની સમસ્યા... વગેરેમાં લસણનું સેવન હિતકારી નીવડે છે. લસણ કાચું અથવા સામાન્ય શેકીને ગ્રહણ કરવામાં આવે તો ટીબીના દર્દીને ખાસ્સી રાહત રહે છે.


સાવધાની :

સાવધાની :

અતિશય ગુણકારી હોવા છતાં લસણના સેવનમાં કેટલીક સાવધાની રાખવાની જરૂર હોય છે. લેખની શરૂઆતમાં જણાવ્યું એમ અમુક લોકોને લસણની એલર્જી હોઈ શકે છે. એવા લોકોએ ક્યારેય કાચું લસણ ન ખાવી જોઈએ. એ સિવાય જો કોઈકને લસણના સેવન પછી ચામડીની સમસ્યા થતી હોય તાવ આવતો હોય કે પછી માથાનો દુખાવો રહેતો હોય, તો એમણે પણ લસણનું સેવન છોડી દેવું જોઈએ.

(ખાસ નોંધ : અહીં અપાતી માહિતીનો હેતુ માત્ર ‘સામાન્ય સમજણ’ આપવાનો હોય છે. માટે માત્ર અહીં અપાયેલી માહિતીને કોઈ પણ બાબત અમલમાં મૂકતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો આવશ્યક છે. કોઈ પણ પ્રકારના ઉપચાર કે ખાદ્ય અથવા પેય પદાર્થોનું કે દવાનું સેવન કરતાં પહેલા જે-તે ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરની સલાહ અચૂક લેવી, અને કોઈ પણ સમસ્યા માટે નિષ્ણાંત ડોક્ટરની સલાહ મુજબ જ વર્તવું.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top