ઓઈલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કર્યો : આજથી આટલા રૂપિયા મોંઘા થયા ગેસ સિલિન્ડર

ઓઈલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કર્યો : આજથી આટલા રૂપિયા મોંઘા થયા ગેસ સિલિન્ડર

09/01/2021 Business

SidhiKhabar

SidhiKhabar

ઓઈલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો કર્યો : આજથી આટલા રૂપિયા મોંઘા થયા ગેસ સિલિન્ડર

બિઝનેસ ડેસ્ક: સપ્ટેમ્બરના પહેલા જ દિવસે સરકારી તેલ કંપનીઓએ ફરી એક વખત રસોઈ ગેસની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને સબસિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડર અને કમર્શિયલ ગેસની કિંમતમાં વધારો કર્યો છે.


14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે  19 કિલોગ્રામ કમર્શિયલ ગેસની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજથી જ લાગુ કરવામાં આવ્યા છે.

હવે 14.2 કિલો એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 884.5 રૂપિયા થઈ ગયું છે. જ્યારે અગાઉ તેની કિંમત 859.50 રૂપિયા હતી. જણાવી દઈએ કે અગાઉ 18 ઓગસ્ટના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં એલપીજીની કિંમત 834.50 રૂપિયાથી વધારીને 859.50 રૂપિયા કરવામાં આવી હતી. 15 દિવસમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડર 50 રૂપિયા જેટલા મોંઘા થયા છે.

મુંબઈમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો દર હવે 884.5 રૂપિયા છે, જ્યારે અત્યાર સુધી તે 859.50 રૂપિયા હતો. કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો દર 886 રૂપિયાથી વધીને 911 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગયો છે. જ્યારે ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 900.50 રૂપિયા થયો છે, જે અગાઉ 875.50 રૂપિયા હતો. ઉત્તરપ્રદેશના લખનઉમાં એલપીજી સિલિન્ડર માટે 897.5 રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાતમાં અમદાવાદમાં LPG માટે 866.50 ચૂકવવા પડશે. અત્યાર સુધી આ સિલિન્ડર ભોપાલમાં 840.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે આજથી 865.50 રૂપિયા થઈ ગયું છે.

એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે, તમારે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દરો બહાર પાડે છે.

(https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top