કોણ છે લુથરા બ્રધર્સ, જેમના ગોવાના નાઈટક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયા હતા? ઘટના બાદ ઇન્ડિગોની ફ્લાઇટથી વિદેશ ભાગ્યા
ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઈટક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાંથી 20 ક્લબના કર્મચારીઓ હતા. ગોવા પોલીસે આ ઘટના સંદર્ભે ક્લબ મેનેજર સહિત 5 લોકોની ધરપકડ કરી છે. ક્લબના માલિકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ક્લબના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા દેશ છોડીને ભાગી ગયા છે. ઘટનાના 5 કલાક બાદ ભાઈઓ થાઈલેન્ડના ફુકેટ ભાગી ગયા હતા. ક્લબ ચલાવતા ભાઈઓ 7 ડિસેમ્બર રવિવારના રોજ સવારે 5:30 વાગ્યે દિલ્હીથી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-1073 ફ્લાઇટ પકડી હતી. તે પહેલાં લગભગ 12:00 વાગ્યે ગોવાના નાઈટક્લબમાં આગ લાગી હતી. આ ઘટનામાં 25 લોકોના મોત થયા હતા.
ગોવા પોલીસની વિનંતી પર, બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BOI)એ સૌરભ અને ગૌરવ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (LOC) બહાર પડાયું છે. ગોવા પોલીસે હવે CBIના ઇન્ટરપોલ વિભાગનો સંપર્ક કર્યો છે જેથી બંને આરોપીઓને શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરી શકાય.
સૌરભ લુથરા અને ગૌરવ લુથરા બંને જ ભાઈઓ છે. તેઓ દિલ્હીના રહેવાસી છે. સૌરભ 40 વર્ષનો છે અને ગૌરવ 44 વર્ષનો છે. આ બંને મળીને શનિવારે રાત્રે જે ક્લબમાં આગ લાગી હતી તે ક્લબ સહિત સમગ્ર વ્યવસાય ચલાવતા હતા. સૌરભ વિશે માહિતી તેની લિંક્ડઇન પ્રોફાઇલમાંથી બહાર આવી છે. તેની પ્રોફાઇલ મુજબ, તે ‘રોમિયો લેન’, ‘બિર્ચ એન્ડ મામાસ બુઓ’નો ચેરમેન છે. તે ગોલ્ડ મેડલિસ્ટ પણ છે.
સૌરભે હોસ્પિટાલિટી બિઝનેસમાં હાથ અજમાવવા માટે એન્જિનિયરિંગ છોડી દીધું હતું. આ જ કારણ છે કે તેણે 2016માં રોમિયો લેન શરૂ કર્યું. તે આ વેબસાઇટનો માલિક છે. તે અને તેનો ભાઈ દેશના 22 મુખ્ય શહેરોમાં અને અન્ય 4 દેશોમાં રેસ્ટોરાં અને બાર ધરાવે છે. તે વારંવાર સોશિયલ મીડિયા પર તેના વ્યવસાય વિશે માહિતી શેર કરે છે.
સૌરભનો ભાઈ ગૌરવ સૌરભને તેના વ્યવસાયને વધારવામાં પૂરી રીતે મદદ કરે છે. જોકે, ઘણા મીડિયા અહેવાલો સૂચવે છે કે સૌરભ અને ગૌરવ ઉપરાંત તેમનો એક ભાગીદાર પણ હતો, જેને પોલીસ શોધી રહી છે.
સૌરભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા ફોટા શેર કર્યા છે. આમાં 17 નવેમ્બરના રોજ એક પોસ્ટનો સમાવેશ થાય છે, જેમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ ઇન્ડિયાએ સૌરભને ડાઇનિંગ અને નાઇટલાઇફ કલ્ચરમાં ગેમ-ચેન્જર ગણાવ્યો હતો. તેમાં એક પાનાની પ્રોફાઇલ પણ શામેલ છે, જે સૌરભે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp