SEBI દ્વારા મહત્વનો નિર્યણ : ગોલ્ડ અને સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટેના માળખાને મંજૂરી અપાઈ!

SEBI દ્વારા મહત્વનો નિર્ણય : ગોલ્ડ અને સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટેના માળખાને મંજૂરી અપાઈ!

09/29/2021 Business

SidhiKhabar

SidhiKhabar

SEBI દ્વારા મહત્વનો નિર્યણ : ગોલ્ડ અને સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટેના માળખાને મંજૂરી અપાઈ!

સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) દ્વારા મંગળવારના રોજ ગોલ્ડ એક્સચેન્જ અને સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટે માળખાને મંજૂરી અપાઈ છે.બજાર નિયામક સેબીએ ગઈ કાલે મુંબઈમાં મળેલી બોર્ડ બેઠકમાં ઇક્વિટી શેર માટે ડિ-લિસ્ટિંગ ફ્રેમવર્કમાં સુધારાને પણ મંજૂરી આપી હતી. ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટમાં  ટ્રેડિંગ શક્ય બનશે.


સોશિયલ સ્ટોક એક્સચેન્જ સ્થાપવાની દરખાસ્તને મંજૂરી

સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) ની રચના હેઠળ, સેબી બોર્ડે જણાવ્યું હતું કે, તેણે સામાજિક સંસ્થાઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાના હેતુસર સોશિયલ સ્ટોક એક્સચેન્જ સ્થાપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. SSE હાલના સ્ટોક એક્સચેન્જોનું અલગ સેગમેન્ટ હશે. સેબીના ચેરમેન અજય ત્યાગીએ બોર્ડ મિટિંગમાં બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, સુપિરિયર વોટિંગનો અધિકાર ધરાવતા શેર્સ સંબંધી જરૂરી યોગ્યતામાં પણ છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે. પરંતુ ગોલ્ડ(Gold) એક્સચેન્જ અને સોશિયલ સ્ટોક એક્સચેન્જ ક્યાં સુધીમાં શરુ થશે તે અંગે હજી કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેના અંગેની ચર્ચા સરકાર સાથે કરીને તેમના સાથે સહયોગ સાધી જરૂરી પગલા લેવામાં આવશે. ઓપન ઓફર પછીના ડી-લિસ્ટિંગ માટેના ફ્રેમવર્કમાં સુધારા માટેની દરખાસ્તને પણ સેબી બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત એક્સચેન્જ પાસે ટ્રાન્સપરન્ટ ડોમેસ્ટિક સ્પોટ પ્રાઇસ ડિસ્કવરી મેકેનિઝમ પણ હશે.


માન્ય સ્ટોક એક્સચેન્જનું બીજા સેગ્મેન્ટમાં EGR ટ્રેડિંગ શક્ય :

EGR એટલે કે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ હવે ઇન્સ્ટ્રૂમેન્ટ સિક્યુરિટીઝ તરીકે નોટીફાઇ થશે, અને તેમાં ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ સુવિધાઓ હશે. કોઈ પણ માન્ય સ્ટોક એક્સચેન્જ બીજા સેગ્મેન્ટમાં EGR ટ્રેડિંગ શરુ કરી શકશે. સેબીની મંજૂરી સાથે સ્ટોક એક્સચેન્જ દ્વારા EGRનું ગોલ્ડમાં રૂપાંતર કરવાનું શક્ય બનશે. સેબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશમાં વાઇબ્રન્ટ ગોલ્ડ ઇકોસિસ્ટમ બનાવવાની અપેક્ષા છે. દેશમાં ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ અંતર્ગત સ્ટાન્ડર્ડ ગોલ્ડ સાથે EGR ખરીદવા અને વેચવા માટેનું રાષ્ટ્રીય મંચ હશે અને આ નવી સિસ્ટમ ગોલ્ડ માટે નેશનલ પ્રાઈઝનું માળખું પણ તૈયાર કરશે.


સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) :

સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) :

કોઈ પણ બજાર અથવા ધંધા પર નજર રાખવા માટે સંસ્થા જરૂરી છે. જેમ રીઝર્વ બેંક ભારતમાં બેંકો પર નજર રાખવા માટે છે, તેવી જ રીતે શેરબજાર પર નજર રાખવા માટે સેબી અસ્તિત્વમાં આવી છે. સેબીના નિર્માણ પહેલા બજારમાં છેતરપિંડી અથવા કૌભાંડો ખૂબ સામાન્ય હતા. આથી શેરબજારમાં વધી રહેલી છેતરપિંડી અને કૌભાંડોને કારણે વેપારીઓ અને રોકાણકારોની ફરિયાદો અને છેતરપિંડી કરનાર વ્યક્તિ કે કંપની ઉપર દંડ અને પ્રતિબંધો લગાડવા માટે એક સંગઠનની માંગ કરવામાં આવી. જેના પગલે સેબીની રચના થઇ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top