હવે ગૂગલ પહોંચ્યું દિલ્હી હાઇકોર્ટ, કહ્યું – સર્ચ એન્જિન ઉપર લાગૂ નથી થતા નવા IT નિયમો

હવે ગૂગલ પહોંચ્યું દિલ્હી હાઇકોર્ટ, કહ્યું – સર્ચ એન્જિન ઉપર લાગૂ નથી થતા નવા IT નિયમો

06/02/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

હવે ગૂગલ પહોંચ્યું દિલ્હી હાઇકોર્ટ, કહ્યું – સર્ચ એન્જિન ઉપર લાગૂ નથી થતા નવા IT નિયમો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમોને લઈને વિવાદ ખતમ થવાનું નામ નથી લેતા. હવે સર્ચ એન્જિન કંપની ગૂગલ પણ હાઈકોર્ટ પહોંચી ગઈ છે. ગૂગલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી આઈટી ગાઇડલાઇન સર્ચ એન્જિન તરીકે તેને લાગૂ નથી પડતી. હાઇકોર્ટે અરજી ઉપર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કેસની આગલી સુનાવણી 27 જુલાઈએ થશે.

પોતાની અરજીમાં ગૂગલે સરકારના નવા આઈટી નિયમોનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, નવા નિયમો તેને લાગૂ નથી પડતા કારણ કે તે એક સર્ચ એન્જિન છે, કોઈ સોશિયલ મીડિયા કંપની નથી. ગૂગલ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ હાઇકોર્ટમાં પક્ષ રાખ્યો છે. તેમણે અદાલતમાં આ મુદ્દે દલીલ કરતાં કહ્યું હતું કે, એક સર્ચ એન્જિન હોવાને નાતે ગૂગલ ઉપર આઈટી નિયમો લાગૂ નહીં થાય. તેમણે કહ્યું કે, ચોવીસ કલાકમાં કોઈ સામગ્રી હટાવી દેવા માટે ગૂગલ ઉપર દબાણ ન કરી શકાય.

હરીશ સાલ્વેએ એમ પણ કહ્યું કે, કેટલીક સામગ્રી ભારતમાં વાંધાજનક હોઈ શકે છે, પરંતુ બીજા દેશોમાં તે યોગ્ય હોય છે. એટલા માટે એવી સામગ્રીને વૈશ્વિક ધોરણે હટાવી ન શકાય. આના પહેલાં વ્હોટ્સએપ પણ દિલ્હી હાઇકોર્ટ પહોંચી હતી અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. વ્હોટ્સએપનું કહેવું હતું કે, ભારત સરકારના નવા આઈટી નિયમોથી પ્રાઇવસી ખતમ થઈ જશે.

સરકારના નવા આઈટી નિયમોમાં શું છે ?

  • વ્હોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા મોકલવામાં આવેલા અને શેર કરવામાં આવેલા વાંધાજનક અને ગેરકાનૂની મેસેજોના ઓરીજીન (ઉદ્દગમ)ને ટ્રેક કરવા જરૂરી છે. જો કોઈ ફેક પોસ્ટ વાયરલ થઈ રહી હોય તો સરકાર કંપની પાસેથી તેના ઉદ્દગમ અંગેની જાણકારી મેળવી શકે છે.
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મે કોઈ પોસ્ટ માટે મળેલી ફરિયાદ પર પોસ્ટકર્તા વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે. આ માટે કંપનીઓએ 3 અધિકારીઓ – ચીફ કોમ્પ્લિયાંસ ઓફિસર, નોડલ કોન્ટેક્ટ પર્સન અને રેસિડેન્ટ ગ્રાઈવાંસ ઓફિસરની નિમણુક કરવી પડશે. આ અધિકારીઓ ભારતના જ હોવા જોઈએ.
  • કોઈને પોસ્ટ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો તેઓ આ અધિકારીઓ દ્વારા કરી શકે છે. તેમની ફરિયાદ અંગે અપડેટ આપવા માટેની સમયમર્યાદા 15 દિવસની નક્કી કરવામાં આવી છે.
  • કંપનીઓની સીસ્ટમ ઉપર નજર રાખવા માટે સ્ટાફની નિમણુક કરવી પડશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top