AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની કરી ધરપકડ; ટ્વીટ કરીને કહ્યું; નવી સરકાર કામે લાગી ગઈ છે...

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની કરી ધરપકડ; ટ્વીટ કરીને કહ્યું; નવી સરકાર કામે લાગી ગઈ છે...'

12/20/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની કરી ધરપકડ; ટ્વીટ કરીને કહ્યું; નવી સરકાર કામે લાગી ગઈ છે...

ગુજરાત ડેસ્ક : ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ આપ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરાઈ છે. ભાવનગર પોલીસે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી છે. આ વિશે ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું છે.


ટ્વીટ કરીને એક દાવો કર્યો

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને એક દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું હતું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ બહુમતી આ કામ માટે મળી ગઈ હશે.


અગાઉ પણ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળાના ધોળા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થયેલા હુમલા સંદર્ભે ભાવનગરની મુલાકાત કરી હતી. તે વખતે પણ મોટો વિવાદ થયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top