ટોક્યો ઓલમ્પિક્સ : વંદનાની હેટ્રિક સાથે ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર જીત

ટોક્યો ઓલમ્પિક્સ : વંદનાની હેટ્રિક સાથે ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર જીત

07/31/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ટોક્યો ઓલમ્પિક્સ : વંદનાની હેટ્રિક સાથે ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર જીત

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય મહિલા હોકી ટીમે (Indian women hockey team) પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3 થી હરાવ્યું હતું. આ સાથે ભારતીય મહિલા ટીમે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં પોતાનો બીજો વિજય મેળવ્યો અને હાલ ટીમ ગ્રુપમાં ચોથા સ્થાને છે. આ સાથે, વંદના હોકીમાં હેટ્રિક (Hat trick) ફટકારનાર ઓલિમ્પિક ઇતિહાસમાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. વંદના કટારિયા (Vandna katariya)એ ટોક્યો ઓલિમ્પિકસમાં ઇતિહાસ (History) રચ્યો છે. સાઉથ આફ્રિકા સામેની મેચમાં તેણે ત્રણ ગોલ (3 goals) કર્યા અને જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. 1984 પછી ઓલિમ્પિકમાં કોઈ ભારતીયએ હેટ્રિક ફટકારી ન હતી.

આ મેચમાં ભારતે સારી શરૂઆત કરી હતી. તેણે ચોથી મિનિટમાં જ ગોલ કર્યો હતો. વંદના કટારિયાએ આ ગોલ કર્યો હતો. જોકે, ભારતની આ લીડ લાંબો સમય ટકી ન હતી અને પહેલા ક્વાર્ટરના અંત પહેલા જ દક્ષિણ આફ્રિકાની ગ્લાસ્બી ક્રિસ્ટીએ ગોલ ફટકારીને સ્કોરલાઈનને 1-1 પર લાવી દીધી હતી આ પછી, ભારતીય ટીમે ફરીથી દક્ષિણ આફ્રિકા પર લીડ લીધી. ટીમ તરફથી બીજા ક્વાર્ટરમાં મેચનો બીજો ગોલ થયો હતો. 17 મી મિનિટમાં વંદના કટારિયાએ પેનલ્ટી કોર્નર કન્વર્ટ કર્યું. આ ગોલ સાથે ભારતે દક્ષિણ આફ્રિકા પર 2-1ની લીડ મેળવી લીધી હતી.  મેરિઝેન મરાઇસે 37 મી મિનિટે ગોલ કરીને સ્કોર 3-3 કરી દીધો હતો. મરાઇસે 37 મી મિનિટમાં આ ગોલ કર્યો હતો જેથી ત્રીજો ક્વાર્ટર 3-3થી ડ્રોમાં સમાપ્ત થયો. ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ફરી એક વખત આગેવાની લીધી હતી. ભારત તરફથી વંદના કટારિયાએ ચોથો ગોલ કર્યો હતો. અને વંદનાએ 49 મી મિનિટે ગોલ કરીને ભારતને જીત આપવી હતી. આ મેચમાં તેનો ત્રીજો ગોલ હતો.

ગ્રેટ બ્રિટન ચાર મેચ રમ્યા બાદ ત્રીજા અને આયર્લેન્ડ એટલી જ મેચ રમ્યા બાદ પાંચમા સ્થાને છે. ત્યારે ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પર નિર્ભર રહેવું પડશે. નિયમો મુજબ દરેક ગ્રુપમાંથી ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે, પરંતુ અત્યારે ભારતીય ટીમ પોતાની તમામ મેચ રમ્યા બાદ ગ્રુપ A માં ચોથા સ્થાને છે. હવે ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની ટીમો ગ્રુપની છેલ્લી મેચ રમશે અને એકબીજા સામે ટકરાશે. આમાં જો બ્રિટનની ટીમ જીતશે અથવા મેચ ડ્રોમાં રમશે તો આવી સ્થિતિમાં ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી જશે. પરંતુ જો આયર્લેન્ડ જીતશે તો ભારત ઓલિમ્પિકમાંથી બહાર થઈ જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top