કંકોત્રી આપીને પરત ફરતા વરરાજાનું મોત : બે દિવસ પછી જે ગામમાં જાન જવાની હતી ત્યાં જ થયો અકસ્માત

કંકોત્રી આપીને પરત ફરતા વરરાજાનું મોત : બે દિવસ પછી જે ગામમાં જાન જવાની હતી ત્યાં જ થયો અકસ્માત!

02/10/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કંકોત્રી આપીને પરત ફરતા વરરાજાનું મોત : બે દિવસ પછી જે ગામમાં જાન જવાની હતી ત્યાં જ થયો અકસ્માત

પાટણ: આબુરોડના માલવ ગામના એક યુવકના લગ્ન હોઈ તેના ફોઈના દીકરા સાથે બાઈક ઉપર ચંદ્રાવતી ગામમાં લગ્નના આમંત્રણની પત્રિકા આપવા માટે ગયા હતા. દરમ્યાન, વાહનનો અકસ્માત સર્જાતા બંને યુવકોના કરૂણ મોત નીપજ્યા હતા. લગ્નના ત્રણ દિવસ પહેલા જ યુવક મૃત્યુ પામતા પરિવાર પર દુઃખનું આભા તૂટી પડ્યું હતું!


માતાનો એકનો એક દીકરો હતો

માતાનો એકનો એક દીકરો હતો

મંગળવારના રોજ માવલ ગામના રહેવાસી શંકરભાઈ હજીજી રબારી પોતાની બાઈક લઈને તેમના ફોઈના દીકરા થાનારામ રબારી સાથે લગ્નની કંકોત્રી વહેંચીને પરત માવલ ગામ જઈ રહ્યા હતા. દરમ્યાન ચંદ્રાવતીબ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતા બંને પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. મૃત વરરાજા શંકર રબારી બ્રિજની નીચે પટકાયો હતો, જયારે થાનારામનો મૃતદેહ બ્રિજ પર જ લટકતો રહ્યો હતો.

મૃતક યુવક શંકર રબારીના લગ્ન ચંદ્રાવતી ગામમાં નક્કી કરવામાં આવ્યા હતા, ૧૧મી ફેબ્રુઆરીના રોજ તેની જાન ચંદ્રાવતી ગામમાં જ આવવાની હતી. તે જ ગામમાં તેનું મૃત્યુ નીપજતા પંથકમાં શોક પ્રસરી ગયો હતો.

ત્રણ દિવસ પછી જે ગામમાં શંકરભાઈ રબારીની જાન જવાની હતી તે જ ગામમાં શંકરનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેમજ થાનારામ રબારી પોતાની વિધવા માતાનો એકનો એક દીકરો હતો. એક જ પરિવારમાં બે દીકરાનું મોત થતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.


વાહણામાં બે મિત્રોના મોત

વાહણામાં બે મિત્રોના મોત

વધુ એક ઘટનામાં, સરસ્વતી તાલુકાના વાહણા ગામના બે મિત્રો ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારના રોજ સાંજે બાઈક લઈને લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે ન બનવા જેવી ઘટના ઘટિત થઇ. આસેડા નજીક અચાનક બાઈક સ્લીપ થતા રોડ સાથે બંનેના માથા પટકાવાથી ગંભીર ઈજા થઈ હતી, અને ખાનગી વાહનમાં સારવાર માટે ડીસા અને ત્યારબાદ પાલનપુર ખસેડાયા હતા જ્યાં બંનેએ વારાફરતી જીવ ગુમાવ્યો હતો. ઈજાગ્રસ્ત ભરતજી બચુજી ઠાકોરનું પાલનપુર હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું જયારે ભરતજી પ્રધાનજી ઠાકોરનું મહેસાણા ખાતે મંગળવારના રોજ મૃત્યુ થયું હતું. એક જ ગામના બે મિત્રોનું મૃત્યુ થતા વાહણામાં માતમ છવાયો.

ભરતજી બચુજી ઠાકોરની ઉમર ૨૫ વર્ષ હતી અને તેઓ ખેતીકામ કરતા હતા જેનું સોમવારના રોજ સારવાર દરમિયાન પાલનપુરમાં મોત થઇ ગયું હતું, જયારે ભરતજી પ્રધાનજી ઠાકોર કૉલેજના ત્રીજા વર્ષમાં હતો જેનું મહેસાણા ખાતે બુધવારના રોજ મૃત્યુ થયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top