પાટણ : મંજૂરી વગર સભા કરવા બદલ ‘આપ’ નેતાઓ સામે કાર્યવાહી; ૧૫ની અટકાયત

પાટણ : મંજૂરી વગર સભા કરવા બદલ ‘આપ’ નેતાઓ સામે કાર્યવાહી; ૧૫ની અટકાયત

07/09/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પાટણ : મંજૂરી વગર સભા કરવા બદલ ‘આપ’ નેતાઓ સામે કાર્યવાહી; ૧૫ની અટકાયત

પાટણ: પાટણ જિલ્લાના વેડ (Ved) ગામે મંજૂરી વગર સભા યોજવા બદલ આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) નેતા વિજય સુવાળા સહિત ૧૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અને લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમ શરૂ થયાના થોડા જ સમયમાં પોલીસે આવીને સભા બંધ કરાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામ ખાતે આપ નેતા વિજય સુવાળા, પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાણી વગેરે નેતાઓની હાજરીમાં પાર્ટી દ્વારા લોકોને જોડવા માટે સદસ્યતા અભિયાન અને લોકસંપર્ક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસના કહેવા અનુસાર, આ સભા માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી.

પોલીસે કહ્યું કે, સભામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. મંજૂરી વગર સભા કરવા બદલ અને ભીડ એકઠી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે વિજય સુવાળા, રમેશ નાભાણી, પાટણ જિલ્લા પ્રમુખ પ્રશાંતભાઈ, સમી તાલુકા પ્રમુખ મહેશભાઈ ઠાકોર, ઉપપ્રમુખ નરેશભાઈ ઠાકોર, અને તાલુકા સંગઠન મંત્રી અક્ષય ઠાકોર સહિતનાની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે આ તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગ માટે આઈસીપી કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધ્યો હતો. તમામ નેતાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. જોકે, તેમને થોડા જ કલાકમાં છોડી મૂકવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top