ડ્રગ્સની હેરાફેરીનું આખું ષડ્યંત્ર પાર પડે તે પહેલા જ ગુજરાત એટીએસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો!

ડ્રગ્સની હેરાફેરીનું આખું ષડ્યંત્ર પાર પડે તે પહેલા જ ગુજરાત એટીએસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો!

07/29/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ડ્રગ્સની હેરાફેરીનું આખું ષડ્યંત્ર પાર પડે તે પહેલા જ ગુજરાત એટીએસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો!

અમદાવાદ: કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં હેરોઇનના કેસમાં ગુજરાત ATSએ આ કેસના મુખ્ય આરોપી શાહિદ કાસમ સુમરાને ઝડપી પડ્યો છે. ગુજરાત ATSએ નાર્કોટિક્સના કેસમાં ફરાર આરોપી સુમરાને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે મધદરિયે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ કેસમાં આ પહેલા પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી ચુકી છે.

ધરપકડ કરાયેલ શાહિદ કાસમ સુમરો પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવાનું  કામ કરતો હતો. આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, શાહિદ સુમરા દુબઈથી દિલ્હી આવવાનો છે. આ ગુપ્ત જાણકારીને પગલે ગુજરાત એટીએસની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. સાહિદે પોતે ઓળખાય ન જાય તે માટે તેનો પહેરવેશ બદલી નાંખ્યો હતો


ગત જાન્યુઆરી મહિનામાં કોસ્ટગાર્ડ, એટીએસ તેમજ એસઓજીની ટીમ દ્વારા ઓપરેશનમાં જખૌથી 50 કિમી દૂર મધદરિયે પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. જખૌના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી 35 જેટલાં ડ્રગ્સના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ લોકો ડ્રગ્સનાં 35 જેટલા પેકેટને જખૌનાં એક રિસિવરને આપવાનાં હતાં. ત્યારબાદ તે રિસીવર ડ્રગ્સને દિલ્હી એરપોર્ટથી વિદેશમાં પહોંચાડવાનો હતો.આ ડ્રગ કન્સાઇટમેન્ટનો મુખ્ય કમાન્ડર પાકિસ્તાનનો હુસૈન બલૌચી અને સાહીદ કાસમ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ડ્રગ્સને પહેલા જખૌ અને ત્યાંથી દિલ્હી પહોંચાડવાનું હતું. જે બાદ અફઘાનનાં એક વ્યક્તિ દ્વારા આ ડ્રગની જ્યાં માંગ છે ત્યાં રશિયા અને નેધરલેન્ડ પહોંચાડવાનું હતું.

હુસૈન બુલેચીએ ડિસેમ્બર મહિનામાં પણ આ ડ્રગ્સ મોકલ્યું હતું. પરંતુ જખૌથી તેને લેવા માટે કોઇ રિસીવર આવ્યો ન હતો. જેના કારણે તે પાછું ગયું હતું. જે બાદ તેને પાકિસ્તાની ક્રિકમાં છુપાવવામાં આવ્યું હતું. ફરીથી અફધાનનાં વ્યક્તિ સાથે સંપર્ક કરીને આ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ફરથી આ ડ્રગ્સને જખૌ લાવવાનું હતું. અહીંથી જખૌનો એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગનાં રિસીવરને આ કામ માટે 50થી 70 લાખ રૂપિયા મળવાનાં હતાં.

જખૌનો આ રિસીવર ડ્રગ્સ લઇને દિલ્હીનાં અફઘાન વ્યક્તિને આપવાનું હતું. આ આખું ષડયંત્ર પાર પડે તે પહેલા ગુજરાત એ.ટી.એસએ મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top