ગુજરાતના ઉદ્યોગપતિએ રાજ કુંદ્રાની કંપની પર લગાવ્યો 3 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

ગુજરાતના ઉદ્યોગપતિએ રાજ કુંદ્રાની કંપની પર લગાવ્યો 3 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

07/27/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના ઉદ્યોગપતિએ રાજ કુંદ્રાની કંપની પર લગાવ્યો 3 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

અમદાવાદ: પોર્ન અને અશ્લીલ ફિલ્મોના (Pronography) કેસમાં ધરપકડ કરાયેલ રાજ કુંદ્રાની (Raj kundra) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ અને ગંભીર આક્ષેપો બાદ ગુજરાતના (Gujarat) એક વેપારીએ પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમ બ્રાંચ અને સાયબર સેલમાં નોંધાયેલી આ ફરિયાદમાં ઉદ્યોગપતિએ રાજ કુંદ્રાની કંપની પર 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.

સોમવારે એક અધિકારીએ કહ્યું કે ગુજરાતના ઉદ્યોગપતિએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે રાજ કુંદ્રાની કંપનીએ તેમને ઓનલાઇન ક્રિકેટ રમતનો ડિસ્ટ્રિબ્યુટર બનાવવાનું વચન આપ્યું હતું. આ માટે તેની પાસેથી 3 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પોલીસ ફરિયાદની તપાસ કરી રહી છે અને તે જ આધારે આ મામલે એફઆઈઆર પણ નોંધશે.

ગુજરાતના ઉદ્યોગપતિ હિરેન પરમારે તેની ફરિયાદ ઓનલાઇન નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો છે કે વિઆન ઇન્ડસ્ટ્રીઝે તેને ઓનલાઇન ગેમ ‘ગેમ ઓફ ડોટ’નો ડિસ્ટ્રિબ્યુટર બનાવવાનું વચન આપ્યું હતું. પરંતુ કંપનીએ પોતાનું વચન પાળ્યું ન હતું, ત્યારબાદ તેણે તેના 3 લાખ રૂપિયા પાછા માંગ્યા, જો કે ત્યારપછી કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે હિરેન પરમારે વર્ષ 2019 માં ગુજરાત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારબાદ પોલીસે જણાવ્યું હતું કે હિરેને રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરીને આ ઘટના વિષે વિસ્તૃતથી જણાવ્યું હતું. પરમારે એમ પણ આરોપ લગાવ્યો છે કે તેમની જેમ જ રાજ કુંદ્રાની કંપનીએ અન્ય લોકોને પણ છેતર્યા છે અને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top