Big Breaking : ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર! જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણીઓ? ક્યારે આવશે પરિણામ?

Big Breaking : ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર! જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણીઓ? ક્યારે આવશે પરિણામ?

11/03/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Big Breaking : ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર! જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણીઓ? ક્યારે આવશે પરિણામ?

Gujarat Assembly Elections 2022 : આખરે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે, એ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. ઇલેક્શન કમિશન દ્વારા આજે બપોરે 12.00 વાગ્યે યોજાયેલી બેઠક દરમિયાન આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણય જાહેર કર્યો હતો.


કઈ તારીખે યોજાશે ચૂંટણીઓ? પરિણામ ક્યારે જાહેર થશે?

કઈ તારીખે યોજાશે ચૂંટણીઓ? પરિણામ ક્યારે જાહેર થશે?

ગુજરાતમાં બે ચરણોમાં ચૂંટણીઓ યોજાશે. પહેલા ચરણમાં 1 ડિસેમ્બર અને બીજા ચરણમાં 5 ડિસેમ્બરે ચૂંટણીઓ યોજાશે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 89 સીટનુંપ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન..મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 93 બેઠકનુંપાંચમી ડિસેમ્બરે થશે મતદાન. મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે, એટલે કે 8 ડિસેમ્બરે યોજાશે. એ જ દિવસે સાંજ સુધીમાં પરિણામો જાહેર થઇ જશે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે, જેમાં પરંપરાગત પક્ષો ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીઓમાં ઝંપલાવ્યું છે. એટલે આ વખતે રસાકસી ભર્યો ત્રિપાંખીયો જંગ બની રહેશે.


ઘરે બેઠા બેલેટ પેપર દ્વારા મત કોણ આપી શકશે?

ઘરે બેઠા બેલેટ પેપર દ્વારા મત કોણ આપી શકશે?

લોકશાહીના ઉત્સવમાં કોઈ પણ પુખ્ત વ્યક્તિ મતદાનની વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. ત્યારે આ વખતે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેઠા પણ વોટીંગ કરી શકશે. આ ચૂંટણીમાં ગુજરાતમાં આ પ્રકારે પ્રથમ વખતે મતદાન થશે .જેમાં ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરી શકાશે. ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેસી પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી શકશે.

આ નિર્ણય ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ 80 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનને થશે. એક આંકડા પ્રમાણે 182 બેઠકોમાં 13 લાખ ઉપર મતદારોને આ વ્યવસ્થાનો સીધો લાભ મળશે અને તેઓ ઘરે બેસીને મતદાન કરી શકશે. અગાઉ આ પ્રકારનો નિર્ણય પંજાબ, ગોવા, મણીપુર અને તેલંગાણામાં કરાયો હતો અને તે બાદ હવે ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેસીને મતદાનની વ્યવસ્થાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો રાજ્યની 182 વિધાનસભા બેઠકમાં 80 વર્ષથી વધુ ઉંમરના કુલ 9,01,513 મતદારો છે, જ્યારે જ્યારે દિવ્યાંગ મતદાર 4,04,802 છે. આમ કુલ 13,06,315 મતદારો ઘરે બેઠા પોસ્ટલ પેપરથી મતદાન કરી શકશે. જે માટેનું આયોજન ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવાયું છે.


ચૂંટણી અધિકારીએ મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલિ આપી

ચૂંટણી અધિકારીએ મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલિ આપી

આમ તો ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ ચૂંટણીની તારીખ જાહેર કરવાના હેતુસર યોજાઈ હતી. પરંતુ ચુન્તની અધિકારી શ્રીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જ મોરબીની દુર્ઘટના પ્રત્યે શોક પ્રદર્શિત કર્યો હતો. અને કમભાગી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. એ પછી તારીખો જાહેર કર્તા પહેલા અધિકારી શ્રીએ આ વખતની ચૂંટણીઓ માટે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવેલી ખાસ તૈયારીઓ અંગે માહિતી આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top