કોરોના મૃતકોના વારસદારોને સહાય આપવા માટે પોર્ટલ લોન્ચ કરાયું, જાણો કઈ રીતે અરજી કરી શકાશે

કોરોના મૃતકોના વારસદારોને સહાય આપવા માટે પોર્ટલ લોન્ચ કરાયું, જાણો કઈ રીતે અરજી કરી શકાશે

12/04/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કોરોના મૃતકોના વારસદારોને સહાય આપવા માટે પોર્ટલ લોન્ચ કરાયું, જાણો કઈ રીતે અરજી કરી શકાશે

ગાંધીનગર: મહામારી કોરોનામાં મૃત્યુ પામેલાના વારસદારોને સહાય આપવાની યોજના મુજબ રાજ્યમાં પણ આ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે માટે આવા લોકોને સહાય મળી રહે તે માટે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું. 


મહેસૂલ મંત્રીએ પોર્ટલ લોન્ચ કર્યું

આજે ગાધીનગર ખાતેથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીંગ કરતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા થશે.

તેમણે ઉમેર્યુ કે ,ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ. 50,000/- ની સહાય (ex-gratia assistance) આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરેબેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 


આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.28/11/2021 ના ઠરાવ પ્રમાણે Covid-19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે RT PCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર,  ફોર્મ 4 અથવા  4-A અપલોડ કરવાના રહેશે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલ અરજી અન્વયે દિન-૩૦માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે એ પ્રક્રિયા પણ ચાલુ રહેશે.a


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top