દારૂબંધી વિરુદ્ધની અરજી ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી! રાજ્ય સરકારને મોટો ઝાટકો!

દારૂબંધી વિરુદ્ધની અરજી ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી! રાજ્ય સરકારને મોટો ઝાટકો!

08/23/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દારૂબંધી વિરુદ્ધની અરજી ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરી! રાજ્ય સરકારને મોટો ઝાટકો!

અમદાવાદ : ગુજરાતની દારૂબંધી હંમેશા ચર્ચાનો વિષય રહી છે. રાજકારણીઓથી માંડીને સામાન્ય લોકો સુધીના બધા જાણે છે કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂનું વેચાણ થતું જ રહે છે. ક્યાંક છાનાછપના તો વળી ક્યાંક પોલીસના મેળાપીપણામાં દારુનો ગેરકાયદેસર વેપાર થયો હોય, એવા અનેક બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. આ સામે પ્રજાનો બહુ મોટો વર્ગ માને છે કે ગુજરાતમાં દારૂબંધી શોભાના ગાંઠીયારૂપ છે અને સરકારે એ સત્વરે દૂર કરવી જોઈએ. પરંતુ ગુજરાત સરકારના એડવોકેટ જનરલના કહેવા મુજબ ગુજરાત હાઈકોર્ટમાં દારૂબંધી સામેથી અરજી થઇ શકે નહિ.

પરંતુ આજે હાઇકોર્ટે આપેલા ચુકાદા મુજબ દારૂબંધી વિરુદ્ધની જાહેર હિતની અરજી ‘રાઈટ ટુ પ્રાઈવસી’ના આધાર પર હાઈકોર્ટમાં ટકી શકે છે! આનાથી રાજ્ય સરકારને ઝાટકો લાગ્યો છે. રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવા માટે સમય માંગ્યો છે. આ કેસની સુનાવણી ૧૨ ઓક્ટોબરે હાથ ધરાશે.  ગુજરાતમાં દારૂબંધીના કાયદાની તરફેણ અને વિરુદ્ધમાં થયેલી અરજીઓ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.


દીવ, દમણ, આબુ જેવા ગુજરાત બહારના સ્થળોએથી આવનારા પ્રવાસીઓની કનડગત શું કામ?

દીવ, દમણ, આબુ જેવા ગુજરાત બહારના સ્થળોએથી આવનારા પ્રવાસીઓની કનડગત શું કામ?

દારૂબંધી મુદ્દે અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઇ હતી કે બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે, જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે તે વ્યાજબી નથી. બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નથી.

અહીં નોંધનીય છે કે દીવ, દમણ કે આબુ જેવા સ્થળે દારુની છૂટ હોવાથી ગુજરાતી લોકો મોટા પ્રમાણમાં આ વિસ્તારોમાં જતાં હોય છે. પરંતુ ત્યાંથી પાચા ફરતી વખતે પોલીસ એમને અટકાવીને ચેકિંગ કરે અને ખોટી કનડગત કરે, એની સામે ઘણા લોકોને વાંધો છે. જો ગુજરાત બહારના સ્થળેથી પાર્ટી કરીને આવી રહેલા લોકો કોઈ ન્યુસન્સ ઉભું ન કર્તા હોય, કે બીજા તમામ કાયદાઓનું પાલન કર્તા હોય અને કોઈની હેરાનગતિ ન કરતા હોય, તો પોલીસે પણ એમની કનડગત ન કરવી જોઈએ.

એડવોકેટ દેવેન પરીખે જણાવ્યુ કે દરેક માણસને પોતાની આઝાદીનો અધિકાર છે. જેમાં તે શું ખાય અને શુ પીવે અને જો ઘરમાં બેસીને બીજાને અડચણરૂપ ના થાય તે રીતે દારૂ પીવાની છૂટ હોવી જોઇએ એવુ અરજદાર માને છે.


આ છે સામસામી દલીલો

આ છે સામસામી દલીલો

અરજદારોએ રજૂઆત કરી હતી કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી. તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યુ હતું કે, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો.

અરજદારોની રજૂઆત હતી કે બંધારણ સભાની ચર્ચામાં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા. બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહી એનો નિર્ણય રાજ્યો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને ઘણી જોગવાઇઓ મુદ્દે બોમ્બે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઇ નિર્ણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર નિર્ણય લે એવી પણ અરજદારની રજૂઆત હતી.

આ કેસની આગળની સુનાવણી હવે ૧૨ ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top