પોલીસ ઓફિસરને કોલ્ડ ડ્રિંક પીવા બદલ આપી સજા, હાઈકોર્ટે 100 બોટલ વહેંચવાનો આદેશ આપ્યો

પોલીસ ઓફિસરને કોલ્ડ ડ્રિંક પીવા બદલ આપી સજા, હાઈકોર્ટે 100 બોટલ વહેંચવાનો આદેશ આપ્યો

02/16/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પોલીસ ઓફિસરને કોલ્ડ ડ્રિંક પીવા બદલ આપી સજા, હાઈકોર્ટે 100 બોટલ વહેંચવાનો આદેશ આપ્યો

ગુજરાત ડેસ્ક : ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે એક પોલીસ અધિકારીને સભ્યતા પૂર્ણ વ્યવહાર ન કરવા બદલ ઠપકો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે કોર્ટમાં સુનાવણી દરમિયાન ખાવું-પીવું એ અનુશાસનહીન કૃત્ય છે. કોર્ટની પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ હોય કે વકીલ હોય કે અન્ય લોકો, દરેક વ્યક્તિએ કોર્ટની ગરિમા જાળવવી  જોઈએ.


મુખ્ય ન્યાયાધીશે મંગળવારે એક પોલીસ અધિકારીને ઓનલાઈન સુનાવણી દરમિયાન 'કોલ્ડ ડ્રિંક' પીતા જણાયા બાદ બાર એસોસિએશનને ઠંડા પીણાની 100 બોટલનું વિતરણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે કહ્યું કે થોડા દિવસો પહેલા પણ એક ઓનલાઈન સુનાવણી દરમિયાન એક વકીલને સમોસા ખાવા બદલ ઠપકો આપ્યો હતો.


તેની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે

તેની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે

મુખ્ય ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે કેસની ઓનલાઈન સુનાવણી દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર એ એમ રાઠોડ કંઈક પી રહ્યા હતા, જે કોલ્ડ ડ્રિંક હોવાનું જણાયું હતું. તેના પર તેમણે અધિકારીને તેના વર્તન માટે ઠપકો આપ્યો અને તેને બાર એસોસિએશનને ઠંડા પીણાની 100 બોટલ વહેંચવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું કે જો આમ કરવામાં નિષ્ફળ જશે તો તેની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, 'સમોસા ખાવા સામે અમને કોઈ વાંધો નથી. તમે અમારી સામે સમોસા ખાઈ શકતા નથી. કારણ કે અન્ય લોકો તે ખાવા માટે લલચાય છે. કાં તો તે દરેકને આપે છે અથવા તેને ખાવું ન જોઈએ.'

ત્યારબાદ તેમણે સરકારી વકીલને નિર્દેશ આપ્યો કે તેઓ ઈન્સ્પેક્ટર રાઠોડને બાર એસોસિએશનને ઠંડા પીણાના 100 કેનનું વિતરણ કરવા કહે, અન્યથા તેઓ મુખ્ય સચિવને તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવા માટે નિર્દેશિત કરશે.


સુનાવણી દરમિયાન હાજર રહેલા એક સરકારી વકીલે જણાવ્યું હતું કે, 'કોર્ટે હળવાશથી પોલીસ અધિકારીને કહ્યું કે, તેને એકલા એકલા કોલ્ડ ડ્રિંક પીવાની ના પડી હતી, પરંતુ બધા સાથે વહેંચીને પીવા જણાવ્યું હતું. કોર્ટે એ જ રીતે એક વકીલને ઓનલાઈન કાર્યવાહી દરમિયાન જે સમોસા ખાતા હતા તે શેર કરવા કહ્યું હતું.'


બે મહિલાઓને મારવાનો આરોપ

એક સરકારી વકીલે કહ્યું કે પોલીસ ઈન્સ્પેક્ટર એક અરજીની સુનાવણી માટે કોર્ટમાં હાજર થયા હતા. પોલીસ અધિકારી પર બે મહિલાઓને મારવા બદલ કેસ ચાલી રહ્યો હતો. જેમાં તે પોલીસ અને કેટલાક અન્ય અધિકારીઓ પર ટ્રાફિક જંક્શન પર બે મહિલાઓને મારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ કમિશનરે મંગળવારે ડીસીપી સ્તરના અધિકારી દ્વારા મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને 10 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top