જેનો ડર હતો એ જ થયું : કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી, દેશનો ત્રીજો કેસ

જેનો ડર હતો એ જ થયું : કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી, દેશનો ત્રીજો કેસ

12/04/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જેનો ડર હતો એ જ થયું : કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી, દેશનો ત્રીજો કેસ

જામનગર: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા અને દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ચૂકેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને પહેલા કર્ણાટક બાદ હવે ગુજરાતમાં પણ દસ્તક દીધી છે. આફ્રિકાથી જામનગર આવેલ વ્યક્તિમાં ઓમિક્રોન વેરિયન્ટ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 


75 વર્ષીય વૃદ્ધ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી થોડા દિવસો પહેલા જામનગર પરત ફર્યા હતા. જ્યાં એરપોર્ટ ઉપર તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેઓ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક તેમને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમના કોરોના સેમ્પલ પુણેની લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં વ્યક્તિ કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ હતી. હાલ દર્દીની સારવાર ચાલી રહી છે. 


ટેસ્ટિંગ વધારવા સૂચના અપાઈ

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે આ અંગે જણાવતા કહ્યું કે, હાઈરિસ્ક શ્રેણીવાળા દેશોમાંથી આવેલા લોકોનું ટેસ્ટિંગ સતત ચાલી રહ્યું છે. જામનગરનો શખ્સ એરપોર્ટ પર આવતા જ તેનું ટેસ્ટિંગ કરી પોઝીટિવ હોવાનું જણાતા તેના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલ અમે એગ્રેસીવ ટેસ્ટીંગ કરવા સૂચના આપી દીધી છે. લોકોને પણ અપીલ છે કે કોરોનાની સાવચેતી પહેલાની જેમ જ રાખવી. માસ્ક પહેરીને નીકળવુ, સેનેટાઈઝર વાપરતા રહેવું. જો કોઈ નિષ્કાળજી દેખાય તો તાત્કાલિક પગલા લેવા. ગુજરાતમાં હાલ ટેસ્ટીંગ વધારાયુ છે. જામનગરમાં પણ તકેદારી લેવા સૂચના પહેલા જ આપી દેવાઈ હતી.


દેશનો ત્રીજો કેસ

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ નોંધવાની સાથે જ આ વેરિયન્ટનો દેશમાં ત્રીજો કેસ છે. આ પહેલા કર્ણાટકમાં બે કેસ નોંધાઈ ચૂકયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ બંને કેસ નોંધાયા હોવાની પુષ્ટિ કરી હતી. જેમાંથી એક વ્યક્તિ દુબઈથી પરત ફર્યો હતો જ્યારે અન્ય એક વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ બંનેની પણ હાલ સારવાર ચાલી રહી છે. 


આ નવા વેરિયન્ટના શું લક્ષણો છે?

દેશમાં જે પહેલા નવા બે કેસ નોંધાયા હતા, તેમાંથી એક 66 વર્ષીય પુરુષ છે, જેઓ 20 નવેમ્બરે બેંગ્લોર આવ્યા હતા અને જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. જ્યારે અન્ય એક 46 વર્ષીય ડોક્ટર છે, જેઓ સરકારી હોસ્પિટલમાં કામ કરે છે અને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 

46 વર્ષીય ડોક્ટરમાં વધારે પડતો થાક, નબળાઈ અને તાવ જેવા લક્ષણો દેખાયા બાદ તેમણે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટીવ આવ્યો. તેમની CT વેલ્યૂ ઓછી હતી, તેથી વેરિયન્ટની આશંકા સાથે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યું હતું. તેમના સંપર્કમાં આવેલ અન્ય પાંચ લોકોનો રિપોર્ટ પણ પોઝીટિવ આવ્યો હતો. 

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોના મત અનુસાર, આ વેરિયન્ટના લક્ષણો બહુ ગંભીર નથી અને જેના કારણે મોટાભાગના લોકોને તેની ખબર પડતી નથી. જોકે, તેના કારણે સંક્રમણ સરળતાથી ફેલાવાની પણ શક્યતા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top