ગુજરાત માટે ગૌરવની વાત : યુનેસ્કો દ્વારા ધોળાવીરાને ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’નો દરજ્જો અપાયો

ગુજરાત માટે ગૌરવની વાત : યુનેસ્કો દ્વારા ધોળાવીરાને ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’નો દરજ્જો અપાયો

07/27/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત માટે ગૌરવની વાત : યુનેસ્કો દ્વારા ધોળાવીરાને ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’નો દરજ્જો અપાયો

ગાંધીનગર: ગુજરાતના કચ્છ ખાતે આવેલા ધોળાવીરાને (Dholaveera) યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરની યાદીમાં (World Heritage sites list) સ્થાન આપવામાં આવ્યું છે. મંગળવારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 44મા સત્રમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજસાઈટનો ટેગ આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની સાથે ભારતમાં વર્લ્ડ હેરિટેજસાઈટની સંખ્યા 40 પર પહોંચી છે જ્યારે ગુજરાતમાં આ સંખ્યા 4 થઇ છે.

ધોળાવીરા નાગર વર્ષ ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. જે તેની અનોખા વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ધોળવીરા એ ગુજરાતના કચ્છ પ્રદેશના ખદીરબેટ સ્થિત એક ઐતિહાસિક સ્થળ છે, જે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં વિશ્વનું પ્રાચીન મહાનગર હતું. ધોળાવીરાને તત્કાલીન સમયના ભવ્ય શહેરોમાં સામેલ કરવામાં આવે છે.

વર્ષ 1985 માં આરએસ બિષ્ટની દેખરેખમાં આ નગરની ખોજ થઇ હતી. સ્થાનિક લોકો તેને કોટા દા ટીંબા કહે છે. આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાથી તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. આ સંસ્કૃતિ લગભગ પાંચ હજાર વર્ષો જૂની છે અને કહેવાય છે કે ત્યારે અહીં પચાસ હજાર લોકો રહેતા હતા.

ધોળાવીરા નગરનું બાંધકામ ત્રણ સ્તરમાં જોવા મળે છે. સમગ્ર નગરની ફરતે દીવાલ આવેલી છે. જેમાં વચ્ચે રાજા કે શાસક અધિકારીઓના આવાસ ત્યારબાદ અન્ય અધિકારીઓના આવાસ અને ત્યારબાદ અંતે સામાન્ય નગરજનોના આવાસ એમ ત્રણ સ્તરમાં બાંધકામ કરવામાં આવ્યું હતું.

યુનેસ્કો દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર એવા સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવે છે જેનું સાંસ્કૃતિક અને પ્રાકૃતિક મહત્વ હોય. આ ઉપરાંત કોઈ પણ દેશની સંસ્કૃતિની ઝલક આપનારી અને ભવિષ્યમાં પણ માનવ સમાજને પ્રેરિત કરનારી જગ્યાને આ દરજ્જો આપવામાં આવે છે.

ધોળાવીરા ઉપરાંત તેલંગાણાના રામ્પ્પા મંદિરને પણ વૈશ્વિક ધરોહરની સુચિમાં સામેલ કરવામાં આવ્યું છે. જેની સાથે ભારતમાં કુલ વર્લ્ડ હેરિટેજ સાઈટની સંખ્યા 40 થઇ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં કુલ 4 વર્લ્ડ હેરિટેજસાઈટ છે. જેમાં ધોળાવીરા ઉપરાંત પાવાગઢ સ્થિત ચાંપાનેર, પાટણ અને અમદાવાદ સ્થિત રાણીની વાવનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top