ગુલામ નબી આઝાદે કરી નવી પાર્ટીની જાહેરાત, શું હવે જમ્મુ-કાશ્મીરમાં આવશે નવી રાજકીય ક્રાંતિ?

ગુલામ નબી આઝાદે કરી નવી પાર્ટીની જાહેરાત, શું હવે જમ્મુ-કાશ્મીરમાં આવશે નવી રાજકીય ક્રાંતિ?

09/26/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

ગુલામ નબી આઝાદે કરી નવી પાર્ટીની જાહેરાત, શું હવે જમ્મુ-કાશ્મીરમાં આવશે નવી રાજકીય ક્રાંતિ?

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેમની પાર્ટીનું નામ 'ડેમોક્રેટિક આઝાદ પાર્ટી' છે. તેમણે જમ્મુમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને નામની જાહેરાત કરી હતી. આઝાદે ગયા મહિને કોંગ્રેસ સાથેના તેમના પાંચ દાયકાથી વધુ જૂના સંબંધો તોડી નાખ્યા હતા. તેઓ ત્રણ દિવસની મુલાકાતે રવિવારે જમ્મુ આવ્યા છે.


પાર્ટીની વિચારધારા તેમના નામ જેવી હશે

તેમણે કહ્યું કે પાર્ટીની વિચારધારા તેમના નામ જેવી હશે અને તમામ સેક્યુલર લોકો તેમાં જોડાઈ શકે છે. તેમણે પાર્ટીનો એજન્ડા પહેલા જ સ્પષ્ટ કરી દીધો છે. આમાં જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો, સ્થાનિક લોકો માટે જમીન અને નોકરીના અધિકારો સુરક્ષિત કરવા માટે સંઘર્ષ ચાલુ રાખવાનો સમાવેશ થાય છે.

માર્ચ 2022 માં, ગુલામ નબી આઝાદને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ તરફથી પદ્મ ભૂષણ મળ્યો હતો. 1973 માં, ગુલામ નબી આઝાદે ડોડા જિલ્લાની ભાલેસા બ્લોક કોંગ્રેસ સમિતિના સચિવ તરીકે રાજકારણની શરૂઆત કરી. આ પછી તેમની સક્રિયતા અને કાર્યશૈલી જોઈને કોંગ્રેસે તેમને યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટ્યા.


1980માં મહારાષ્ટ્રમાંથી પ્રથમ સંસદીય ચૂંટણી લડ્યા

તેઓ 1980માં મહારાષ્ટ્રમાંથી પ્રથમ સંસદીય ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1982માં તેમને કેન્દ્રીય મંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. આઝાદે ડૉ. મનમોહન સિંહની આગેવાની હેઠળની બીજી યુપીએ સરકારમાં દેશના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનનો વિસ્તાર કર્યો. ઝૂંપડપટ્ટીમાં રહેતા શહેરી ગરીબોની સેવા કરવા માટે નેશનલ અર્બન હેલ્થ મિશન પણ શરૂ કર્યું. આઝાદે અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળ્યા છે. તેઓ નરસિમ્હા રાવની સરકારમાં સંસદીય બાબતો અને નાગરિક ઉડ્ડયન મંત્રી પણ હતા.


2005માં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી

ગુલામ નબી આઝાદની રાજકીય કારકિર્દીનો સુવર્ણ સમય પણ 2005માં આવ્યો જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન હતા. જ્યારે આઝાદ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા ત્યારે કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં 21 બેઠકો જીતી હતી. પરિણામે, કોંગ્રેસ રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી. 2008માં અમરનાથ જમીન આંદોલનને કારણે તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top