Health : બદલાતી મોસમમાં ઉધરસ-ખાંસીથી છો પરેશાન? તો પાણીમાં ફટાફટ આ ચીજ મેળવીને પીવો, તરત મળશે આ

Health : બદલાતી મોસમમાં ઉધરસ-ખાંસીથી છો પરેશાન? તો પાણીમાં ફટાફટ આ ચીજ મેળવીને પીવો, તરત મળશે આરામ

11/01/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

Health : બદલાતી મોસમમાં ઉધરસ-ખાંસીથી છો પરેશાન? તો પાણીમાં ફટાફટ આ ચીજ મેળવીને પીવો, તરત મળશે આ

હેલ્થ ડેસ્ક : હવામાન બદલાઈ રહ્યું છે એવામાં લોકો બિમાર પણ થઇ રહ્યાં છે. અત્યારે મોટાભાગના લોકો શરદી અને ઉધરસની સમસ્યાથી પરેશાન રહે છે. જેના કારણે લોકોના ગળામાં દુ:ખાવાની અને ઉધરસની સમસ્યા જોવા મળે છે. એવામાં વરાળ લેવી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે કે ઉધરસ થવાથી પાણીમાં શુ મિક્સ કરીને તેની વરાળ લેવી? ચાલો, અમે અહીં તમને જણાવીશુ કે ઉધરસ થવાથી પાણીમાં તમે કઈ વસ્તુને મિક્સ કરીને સ્ટીમ લો.


ફૂદીનાનુ તેલ

ફૂદીનાનુ તેલ

ફૂદીનાના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, આ બંધ નાકને ખોલવા અને ગળાના સોજાને ઘટાડવાનુ કામ કરે છે. તેથી જો તમને શરદી અથવા ઉધરસ છે તો તમે પાણીમાં 4 ટીપા ફૂદીનાના તેલના નાખીને આ પાણીની વરાળ લઇ શકો છો. આ ગળાની ખારાશ અને બલગમને દૂર કરવાનુ કામ કરશે.


સિંધાલુ નાખો

સિંધાલુ નાખો

આ વરાળ લેવા માટે સૌથી સરળ રીત છે. જેના માટે તમે પાણીમાં સિંધાલુ નાખીને વરાળ લો. આમ કરવાથી તમને શરદી, ઉધરસ અને ગળાની ખારાશ, સોઝો અને ગળાના દુ:ખાવાની સમસ્યામાંથી આરામ મળશે.


તુલસીના પત્તા, હળદર

તુલસીના પત્તા, હળદર

ઉધરસમાંથી રાહત મેળવવા માટે તમે તુલસીના પાન, અજવાઈન અને હળદરને પાણીમાં મિક્સ કરીને ઉકાળો. હવે આ પાણીનો વરાળ માટે ઉપયોગ કરો. આ પાણીને તમે પણ પી શકો છો. આમ કરવાથી તમને ઉધરસમાંથી તાત્કાલિક છૂટકારો મળી જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top