આર્યન ખાનને જામીન મળશે કે નહીં? આજે ફરી સુનાવણી

આર્યન ખાનને જામીન મળશે કે નહીં? આજે ફરી સુનાવણી

10/14/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

આર્યન ખાનને જામીન મળશે કે નહીં? આજે ફરી સુનાવણી

મુંબઈ: મુંબઈથી ગોવા જરી ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી દરમિયાન NCB ની રેડમાં પકડાયેલા બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ઉપર આજે ફરી સુનાવણી થશે. ગઈકાલે સેશન્સ કોર્ટમાં આખો દિવસ સુનાવણી ચાલી હતી પરંતુ સમય ઓછો હોવાના કારણે કોર્ટે નિર્ણય ગુરુવાર સુધી ટાળી દીધો હતો.

આર્યન ખાનને જામીન મળશે કે નહીં તે આજે નક્કી થશે. ગઈકાલે બંને પક્ષે દલીલો ચાલી હતી અને સુનાવણી સાંજે પોણા છ વાગ્યા સુધી ચાલતી રહી પરંતુ સમયની અછતના કારણે કોર્ટે નિર્ણય આપ્યો ન હતો અને આજે બપોરે 12 વાગ્યે ફરી સુનાવણી મુકરર કરી હતી.


એનસીબીએ શું કહ્યું?

ગઈકાલે NCBએ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં એનસીબીએ કહ્યું છે કે ભલે આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું ન હોય પરંતુ તે ડ્રગ્સ પેડલરોના સંર્પકમાં હતો અને આ એક મોટું ષડ્યંત્ર છે, જેની તપાસ થવી અત્યંત જરૂરી છે. NCB પ્રયત્ન કરી રહી છે કે આર્યનને જામીન નહીં મળે.

એનસીબીએ કોર્ટને કહ્યું કે રેકોર્ડ પર ઉપલબ્ધ કેટલીક સામગ્રીને જોતા સામે આવ્યું છે કે આર્યન વિદેશમાં કેટલાક લોકોના સંપર્કમાં હતો જેઓ ડ્રગ્સની ગેરકાયદે ખરીદી માટે ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો હિસ્સો હોય શકે. જેની તપાસ ચાલી રહી છે. એનસીબીએ એમ પણ કહ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે આર્યન ખાન તેના મિત્ર અરબાઝ મર્ચેન્ટ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો અને તે માદક પદાર્થોની ગેરકાયદે ખરીદી અને વિતરણમાં પણ સામેલ હતો.


આર્યન તરફથી શું કહેવામાં આવ્યું?

બીજી તરફ, આર્યન તરફથી કરવામાં આવેલ જામીન અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ ચેટની સત્યતા સ્થાપિત કર્યા વગર સામે પક્ષે વર્તમાન કાર્યવાહીમાં તેને ઉલ્ઝાવવા માટે કથિત વોટ્સએપ ચેટ પર ભરોસો કરી રહ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું કે ચેટ સિવાય બીજું કશું નથી જેથી એ સ્પષ્ટ થાય છે કે કથિત ચેટનો આ કેસ સાથે કોઈ સબંધ નથી, જેની હાલ તપાસ ચાલી રહી છે.

કોર્ટમાં આર્યનના વકીલે કહ્યું કે આર્યનના અન્ય આરોપીઓ સાથ કોઈ સબંધ નથી. એનસીબીની દલીલ છે કે બંને આરોપી જોડાયેલા છે, અમે સ્વીકારીએ છીએ, બંને સાથે મોટા થયા છે, એકબીજાને જાણે છે પરંતુ ઇન્ટરનેશનલ લિંકના આરોપ ગંભીર છે, જેને આર્યન પર થોપવામાં આવ્યા છે. દલીલ કરવામાં આવી કે તમામ આરોપીઓ યુવા છે અને હિરાસતમાં છે અને તેમને પાઠ મળી ગયો છે. તેમણે ઘણું ‘સહન’ કર્યું છે. પરંતુ તેઓ પેડલર નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top