રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં રવિવારે રેડ એલર્ટ

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં રવિવારે રેડ એલર્ટ

07/24/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં રવિવારે રેડ એલર્ટ

ગાંધીનગર: છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં (Gujarat) વરસાદનું પ્રમાણ વધ્યું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ (Weather department) દ્વારા આજથી આગલા ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા રવિવારે રેડ એલર્ટ જારી કર્યું છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. જેને જોતા હવામાન વિભાગે નવસારી (Navsari), વલસાડ (Valsad), ડાંગ (Dang) અને દમણ (Daman) તેમજ દાદરા નગરહવેલીમાં (Dadra Nagar Haveli) ભારે વરસાદની આગાહી કરી રેડ એલર્ટ જાહેર કર્યું છે. નોંધવું મહત્વનું છે કે આ વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદનું પ્રમાણ વધુ છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાતાએ કહ્યું છે કે 23 થી 26 જુલાઈ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ રવિવારે ભારે વરસાદ પડશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.

હવામાન ખાતા દ્વારા 24 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા તેમજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25 જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર- હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૮.૫૧ ઇંચ સાથે સિઝનનો સરેરાશ ૨૫.૭૬ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ૧૮.૨૨ ઇંચ સાથે ૩૧.૬૮ ટકા, કચ્છમાં ૪.૭૨ ઇંચ સાથે ૨૭.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૬.૬૧ ઇંચ સાથે ૨૪.૦૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫.૪૩ ઇંચ સાથે ૧૯.૨૮ ટકા અને મધ્ય ગુજરાતમાં ૬.૯૬ ઇંચ સાથે ૨૧.૯૦ ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે.

(Photo: Weather)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top