ગુજરાતના આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતના આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

07/11/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર: થોડો સમય વિરામ લીધા બાદ ફરી વરસાદે (Rainfall Gujarat) બીજી ઇનિંગની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેની વચ્ચે રાજ્યના હવામાન વિભાગે (Weather Department) આગાહી કરી છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સુરત, ગીર સોમનાથ તેમજ વડોદરા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ૯ અને ૧૦ જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત છે. ત્યારબાદ ૧૧ અને ૧૨ જુલાઈના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો કેટલાક વિસ્તારોમાં ૧૩ જુલાઈએ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. જ્યારે સોમવારે નવસારી, વલસાડ, તાપી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચમાં વરસાદ પડી શકે છે. મંગળવારે સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, પોરબંદર, અમરેલી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, શનિવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શરૂઆત થશે. ૧૩ થી ૨૦ જુલાઈ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભવાના તેમણે વ્યક્ત કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top