ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરનારી રાજ્યની પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સીટી બની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.

ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરનારી રાજ્યની પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સીટી બની હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિવર્સીટી

06/15/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરનારી રાજ્યની પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સીટી બની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ ગાંધીનગર ખાતેથી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા સ્થાપવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં ઓક્સિજનની વ્યવસ્થાઓ ઉભી કરવા અંગે અને કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટેની સરકારની તૈયારીઓને લઈને પણ વાતચીત કરી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રૂ. ૬૦ લાખના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયેલા આ ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટથી પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજન જરૂરિયાત પ્લાન્ટથી પૂર્ણ કરી શકાશે. ઉપરાંત, ૧૩ કિલો લિટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતાના આ પ્લાન્ટથી એક સાથે ૪૦ સિલિન્ડર ભરી શકાય છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં ૧૮૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થાઓ ઊભી કરવાની નેમ રાખી છે. આવા ઓક્સિજન પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક પ્લાન્ટનું આપણે લોકાર્પણ સંપન્ન કર્યું છે તેમ તેમણે કહ્યું હતું.

રાજ્યમાં ઓક્સિજનની અછતથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી : સીએમ રૂપાણી 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં ખુબ જ ઝડપથી કેસો વધ્યા, ઓક્સિજન બેડ તેમજ ઓક્સિજનની જરૂરિયાત પણ ખુબ મોટી માત્રામાં ઊભી થઈ હતી. ત્યારે કેન્દ્ર સરકારે એરફોર્સના વિમાનો તેમજ રેલવે દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ઓક્સિજન સામાન્ય રીતે જે જરૂરિયાત ૨૫૦ ટન રહેતી હતી એ બીજી લહેરમાં હવામાનથીઓક્સિજનની ૧૨૦૦ ટન સુધી પહોંચી ગઈ હતી. ત્યારે કેન્દ્ર સરકારે ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન જેવી તમામ પ્રકારની મદદ ગુજરાતને કરી હતી. આ બીજી લહેરમાં પણ ઓક્સિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં સુનિશ્વિત કર્યો હતો.

કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યમાં ઓક્સિજનની અછતને કારણે દર્દીઓના મૃત્યુ થયા હતા પણ ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજનના અછતને કારણે થયું નથી એમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, કોરોનાની બીજી લહેરમાં રાજ્યની તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા આપણે સુપરે રીતે પાર પાડી છે. આજે ઓક્સિજનની ખપત ૧૨૦૦ ટનમાં ઘટીને ૩૦૦ ટન થઇ ગઇ છે. એટલે કે એક મોટી સમસ્યામાંથી પણ આપણે હવે બહાર આવી ગયા છીએ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. આપણે લિક્વિડ ઓક્સિજન પર આધાર રાખવો ન પડે તે માટે હવામાંથી પીએસએ દ્વારા ઓક્સિજન વ્યાપક પ્રમાણમાં ઉત્પન થાય તે પ્રકારનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આમ, પીએસએ પ્લાન્ટ દ્વારા ઓક્સિજન ઉત્પન કરીને ગુજરાતમાં ઓક્સિજનની ખપતને પહોંચી વળવાની સરકારની તૈયારીઓ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top