Crime : મુસ્લિમ મહિલાને પ્રેમ કરવાની સજા; હિન્દુ યુવકને લાકડીઓ અને સળિયા વડે માર મારી હત્યા કરા

Crime : મુસ્લિમ મહિલાને પ્રેમ કરવાની સજા; હિન્દુ યુવકને લાકડીઓ અને સળિયા વડે માર મારી હત્યા કરાઈ, જુઓ વિડીયો

11/27/2022 National

SidhiKhabar

SidhiKhabar

Crime : મુસ્લિમ મહિલાને પ્રેમ કરવાની સજા; હિન્દુ યુવકને લાકડીઓ અને સળિયા વડે માર મારી હત્યા કરા

નેશનલ ડેસ્ક : દેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મુસ્લિમ મહિલા સાથેના પ્રેમ સંબંધના કારણે એક હિન્દુ યુવકને લાકડીઓ અને સળિયા વડે માર મારવામાં આવ્યો હતો જેના કારણે તેની મૃત્યુ થયું હતું. આ સમગ્ર મારપીટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે યુવકની હત્યાના ગુનામાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


જણાવી દઈએ કે, આ ઘટના મહારાષ્ટ્રના નાંદેડ ગામની છે જ્યાં સ્વપ્નિલના અને તેના પાડોશમાં રહેતી એક મુસ્લિમ મહિલા વચ્ચે  સંબંધ હતા. સ્વપ્નિલ અને તે સ્ત્રી બંને પહેલેથી પરિણીત હતા. ઘટના 21 નવેમ્બરની જણાવવામાં આવી રહી છે.


પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી

પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી

નાંદેડ ડીવાયએસપી ચંદ્રસેન દેશમુખે જણાવ્યું હતું કે મહિલા સાથે અનૈતિક સંબંધોના કારણે આરોપી સ્વપ્નિલને નમસ્કાર ચોક પાસેના બગીચામાંથી ઉપાડી ગયા હતા. જે બાદ તેના પર હુમલો કરવામાં આવ્યો અને તેનું મોત નીપજ્યું. તેમણે કહ્યું કે સ્વપ્નિલના પિતા દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. અમે CCTVના આધારે 7 આરોપીઓની ધરપકડ કરી છે. કોર્ટે 3 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top