કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે : જાણો શું છે તેમના કાર્યક્રમો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે : જાણો શું છે તેમના કાર્યક્રમો

07/11/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  બે દિવસીય ગુજરાતના પ્રવાસે : જાણો શું છે તેમના કાર્યક્રમો

અમદાવાદ: સોમવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra) યોજાનાર છે ત્યારે તેમાં ભાગ લેવા માટે ગૃહમંત્રી અમિત શાહ (Home Minister) મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અમિત શાહ સોમવારે રથયાત્રામાં ભાગ લેશે ઉપરાંત તેઓ તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિવિધ વિકાસકામોના ખાતમહુર્ત-લોકાર્પણ પણ કરશે.

ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે મોડી સાંજે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને અમદાવાદ શહેરના મેયર કિરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અષાઢી બીજના દિવસે યોજાતી પરંપરાગત રથયાત્રામાં અમિત શાહ દર વર્ષની જેમ મંગળા આરતીમાં ભાગ લેશે. ભગવાન જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં તેઓ ભાગ લેશે તેમ પ્રદેશ ભાજપા દ્વારા જણાવવામાં આવ્યું છે.

આજે રવિવારના રોજ ગૃહમંત્રી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ જિલ્લામાં ૧૧ જુલાઈએ ૧૨૨૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાશે. અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1220 વિકાસકાર્યોમાં સાણંદ તાલુકાના 1062 કામ, બાવળા તાલુકાના 138 કામ અને દસક્રોઈ તાલુકાના ૨૦ કામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રુ. 32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, તેમ જ 7.65 કરોડના નવા વિકાસલક્ષી કાર્યોની જાહેરાત પણ કરશે. અમિતભાઈ શાહ 2 કામોનું ખાતમુહુર્ત કરશે અને 17 જેટલા વિકાસકામોની જાહેરાત કરશે.

ગૃહમંત્રી સાણંદ તાલુકામાં નવનિર્મિત આંગણવાડી, રોડ-રસ્તાના કામ, પાણી-પુરવઠાને લગતાને વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત અનેક ગામડાઓમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રાથમિક શાળાઓમાં કાર્યાન્વિત થનારા સ્માર્ટ ક્લાસ રૂમનું પણ લોકાર્પણ કરશે. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી પામેલા માણકોલ ગામમાં નવા બનનારા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત ગ્રામ્ય પ્રજાની સુખાકારીમાં વૃદ્ધિ કરતા અનેકવિધ કામોની ખાતમુહૂર્ત કરશે. તદુપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી મુખ્યમંત્રી સડક યોજના હેઠળ અનેક ગામડાઓમાં નિર્માણ પામનારા રસ્તાઓ અંગેની પણ જાહેરાત કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top