પત્ની ઘરમાં રખડતા કુતરા લાવી ક્રૂરતા આચરતી હોવાની ફરિયાદ લઈ પતિ પહોંચ્યો હાઇકોર્ટમાં, જાણો કોર્ટે શું કહ્યું?
ગુજરાતના અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પુરુષે તેની પત્નીની ક્રૂરતા પર ગુજરાત હાઈકોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. તેણ દાવો કર્યો છે કે, તેની પત્નીના કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. તે રખડતા કૂતરાઓને ઘરે લાવી અરજદારને રસોઈ બનાવવા અને તેમની સંભાળ રાખવા દબાણ કરતી હતી. ઉપરાંત તેમના લગ્નજીવનમાં તેને વારંવાર અપમાન અને જાતીય દુર્બળતાનો સામનો કરવો પડી રહ્યો છે. પતિનું કહેવું છે કે, તેના લગ્ન સંપૂર્ણ રીતે તૂટી ગયા છે અને તેણે પત્નીને ભરણપોષણ તરીકે 15 લાખ રૂપિયા આપવાની રજૂઆત પણ કરી છે. પરંતુ પત્ની બે કરોડ રૂપિયાની માંગ કરી રહી છે. આ મામલે કોર્ટ 1 ડિસેમ્બરે સુનાવણી કરશે.
અરજીકર્તા અનુસાર, તેના લગ્ન 2006માં થયા હતા, પરંતુ સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે તેની પત્ની રખડતાં કૂતરાને ઘરે લાવી, જ્યારે તેની સોસાયટીમાં કૂતરાં પાળવા પ્રતિબંધિત છે. ત્યારબાદ પત્ની અન્ય કૂતરાઓને ઘરે લાવી, જેના માટે અરજીકર્તાએ ભોજન બનાવ્યું અને તેનું ધ્યાન પણ રાખ્યું હતું. અરજીકર્તાનું કહેવું છે કે આ કુતરાઓની સારસંભાળ દરમિયાન એક કૂતરો તેને કરડ્યો પણ હતો. પતિએ કહ્યું કે, કૂતરા પાળવાનો વિરોધ તેના પાડોશીઓએ પણ કર્યો હતો અને તેના વિરુદ્ધમાં વર્ષ 2008માં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. અરજીકર્તાએ જણાવ્યું કે, તેની પત્ની એક એનિમલ રાઇટ્સ ગ્રુપમાં સામેલ થઈ, ત્યારબાદ તે લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા લાગી. પતિએ આરોપ લગાવ્યો કે, પત્ની વારંવાર તેને મદદ માટે પોલીસ સ્ટેશન બોલાવતી હતી અને જ્યારે તેણે ઇનકાર કર્યો તો તેને અપશબ્દો કહી અપમાનિત કરતી હતી.
પતિએ એવો પણ આરોપ લગાવ્યો કે, 1 એપ્રિલ, 2007ના રોજ તેની પત્નીએ એક પ્રૅન્ક કૉલ કરાવ્યો અને એક રેડિયો જોકી પાસે અફેરનો ખોટો દાવો કરાવ્યો. આ ઘટનાથી તેને તેની ઑફિસ અને સમાજમાં શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે, તેની પત્નીના કૂતરા પ્રત્યેના પ્રેમથી તેને ગંભીર નુકસાન થયું. તેનો દાવો છે કે આનાથી તેને માનસિક આઘાત લાગ્યો, જેનાથી તેના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી અને તે ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પણ પીડાતો હતો.
પતિનું કહેવું છે કે, તે આ તણાવને કારણે બેંગલુરૂ જતો રહ્યો, પરંતુ પત્ની ત્યાં પણ તેને ફોન-સોશિયલ મીડિયા દ્વારા પરેશન કરતી રહી હતી. તેથી પતિએ વર્ષ 2017માં છૂટાછેડા માટે અમદાવાદ ફેમેલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર પત્નીએ પોતાના બચાવમાં તર્ક આપ્યો કે, અરજીકર્તાએ તેને એનિમલ રાહનો માર્ગ દેખાડ્યો અને પછી તેને છોડી જતો રહ્યો. પત્નીએ કોર્ટમાં એવી તસવીરો પણ રજૂ કરી, જેમાં પતિ ખુદ કૂતરાને પ્રેમ કરતો જોવા મળી રહ્યો છે. જો કે, ફેબ્રુઆરી 2024માં ફેમેલી કોર્ટે તેની અરજી નકારી કહ્યું કે, અરજીકર્તા તે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો કે તેની પત્નીએ તેની સાથે ક્રૂરતા કરી કે તે તેને છોડી જતી રહી. અને પ્રેન્ક કોલને લઈને કોર્ટે કહ્યું કે તેને છૂટાછેડાનો આધાર ન માની શકાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp