ઓલમ્પિકમાં જોવા મળી શકે છે ક્રિકેટનો રોમાંચ : ICCએ આ મોટી જાહેરાત કરી

ઓલમ્પિકમાં જોવા મળી શકે છે ક્રિકેટનો રોમાંચ : ICCએ આ મોટી જાહેરાત કરી

08/10/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ઓલમ્પિકમાં જોવા મળી શકે છે ક્રિકેટનો રોમાંચ : ICCએ આ મોટી જાહેરાત કરી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2028 માં યોજાનારા લોસ એન્જલસ ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મંગળવારે ICC ગવર્નિંગ બોડી દ્વારા આ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું હતું.

ICC દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક વર્કિંગ ગ્રૂપની રચના કરવામાં આવી છે જે ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટેની પ્રક્રિયા કરશે અને તેના પ્રયત્નો રહેશે કે ઓલમ્પિક 2028 અને ત્યારપછીના તમામ ઓલમ્પિકમાં ક્રિકેટને પણ સામેલ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની માગ લાંબા સમયથી ઉઠી રહી છે. ભારતના BCCI તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જો ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવામાં આવે તો ભારત જરૂરથી ભાગ લેશે. ઉપરાંત વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ તરફથી પણ સતત આ પ્રકારની માગ થતી રહી છે.

ICC તરફથી કહેવામાં આવ્યું છે કે, ‘વિશ્વભરમાં ક્રિકેટના કરોડો ચાહકો છે અને તેમાંથી લગભગ 90 ટકા લોકો ચાહે છે કે ક્રિકેટને ઓલમ્પિકમાં સ્થાન આપવામાં આવે. અમે ઓલમ્પિકને ક્રિકેટના એક લાંબાગાળાના ભવિષ્ય તરીકે જોઈ રહ્યા છીએ. જો ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવામાં આવે તો તે ફાયદાકારક હશે.’

વર્ષ 1900 માં ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવામાં આવી હતી. પેરિસમાં આયોજિત થયેલા ઓલમ્પિકમાં 19 રમતો સામેલ કરવામાં આવી હતી, જેમાં ક્રિકેટને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ રમનારી ટીમો નેધરલેંડ, બેલ્જિયમ, બ્રિટન અને ફ્રાંસ હતી. પરંતુ ઓલમ્પિક શરૂ થાય તે પેહલ જ બેલ્જિયમ અને નેધરલેન્ડ દ્વારા નામો ખેંચી લેવામાં આવ્યા હતા.

બે ટીમોએ પીછેહટ કર્યા બાદ માત્ર બે જ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી અને 2 દિવસ ચાલેલ આ મેચમાં બ્રિટને જીત મેળવી હિત.  જીત બાદ બ્રિટનને સિલ્વર મેડલ અને ફર્નાસને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યું હતું. પરંતુ 12 વર્ષ બાદ ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટીએ 1912 માં માન્યતા આપવામાં આવ્યા બાદ બ્રિટનને ગોલ્ડ અને ફ્રાંસને સિલ્વર મેડલ અપાયા હતા. ત્યારબાદ ક્રિકેટ ઓલમ્પિકનો ભાગ રહી નથી. પરંતુ હવે ક્રિકેટ દુનિયાભરમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે જેથી ઓલમ્પિકમાં સામેલ કરવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top